સવા ચાર કલાક ઈન્ટરસિટી ટ્રેનને રોકી આંદોલન કરવામાં આવ્યા બાદ આ ટ્રેનમાં આજથી ફેરફાર શરૂ કરી દેવાયો છે. જેમાં 21માંથી 13 ડબ્બાને અપરસિટીંગ સહિત અનેક ફેરફારોવાળા લગાવી દેવાયા છે, જેને પગલે મહિલા મુસાફરોમાં ખુશીની લાગણી ફેલાઈ છે.

વલસાડ-દાહોદ વચ્ચે દોડતી ઈન્ટરસિટી ટ્રેનમાં 12 દિવસ અગાઉ ફેરફાર કરી દઈ નવી રેક જોડી દેવાઈ હતી. આ નવી રેકના નવા કોચમાં અપરસિટીંગ ન હતું તથા ગેટ પણ ઓછા હતા. આ ઉપરાંત લેડીઝ કોચ પણ એક જ ઓછી કેપેસિટીવાળો લગાવી દેવાયો હતો. આ નવી રેકથી ભારે મુસીબત મુસાફરોને પડતી હતી અને તે બદલવા મુસાફરોએ માગ કરી હતી. આમ છતાં લગભગ 10 દિવસ માગ ન સ્વીકારતા લેડીઝ મુસાફરોની આગેવાનીમાં 10મીને બુધવારે રેલરોકો આંદોલન કરવામાં આવ્યું હતું.

નવસારી સ્ટેશને સવારે આવેલી ઈન્ટરસિટીને રોકી આગળ જવા દેવાઈ ન હતી. સવા ચાર કલાક ઈન્ટરસિટીને રોકી રખાઈ હતી, જેને લઈને અન્ય 18 ટ્રેન મોડી પડી હતી. આખરે રેલવે તંત્રએ મુસાફરોને સુ‌વિધા આપતા કોચ બદલવાની લેખિત ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું. આ ઘટના બાદ ડીઓએમ સુહાની મિશ્રાએ ઈન્ટરસિટી ટ્રેનમાં સુરત સુધી સફર કરી મહિલાઓને વેઠવી પડતી મુશ્કેલીઓ અંગે ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એ સાથે દિવ્ય ભાસ્કરે પણ મહિલાઓની સમસ્યાઓને સતત ઉજાગર કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સફળતા મળી છે.

રેલવે તંત્રએ આમ તો 7 દિવસમાં રેક બદલવાની વાત કરી હતી પરંતુ બે જ દિવસમાં ઈન્ટરસિટીમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. રેલવે સૂત્રોમાંથી મળતી જાણકારી મુજબ આજથી (12મીથી) ટ્રેનમાં ફેરફાર કરી દેવાયો છે. 13 ડબ્બાઓમાં ફેરફાર કરાયો છે. જેમાં સિટીંગ સહિતની અનેક સુવિધાઓમાં વધારો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં વધુ કોચમાં ફેરફાર કરવામાં આવશે.

સ્થાનિક રેલવેના સંબંધિતોનું સન્માન કરાશે
ઈન્ટરસિટીમાં તાત્કાલિક ફેરફાર કરાવવામાં સુરત રેલવેના અધિકારી ગરુડે સાહેબનો પણ મહત્ત્વનો ફાળો હોવાનું જાણવા મળે છે. જેને લઈને ઈન્ટરસિટી ટ્રેનના મુસાફરો શનિવારે ગરુડ સાહેબ તથા નવસારી રેલવે સલાહકાર સમિતિના સભ્ય જયદીપ દેસાઈનું પણ સન્માન કરવાનું આયોજન કરાયું હોવાની માહિતી મળી છે.

હજુ 6 ડબ્બામાં ફેરફારની જાણકારી
મુસાફરોની તકલીફની નોંધ રેલવેના અધિકારીઓએ લઈ સુવિધાને પ્રાધાન્ય આપી ફેરફાર તુરંત કરતા તે માટે અમે આભારી છે. હજુ 6 ડબ્બામાં ફેરફાર થવાની જાણકારી મળી છે. - જયદીપ દેસાઈ, સભ્ય, રેલવે સલાહકાર સમિતિ

આરામદાયક, સુવિધા, સુરક્ષાયુક્ત નવા ડબ્બા
રેલવે વિભાગે આપેલી ખાતરી મુજબ જલદીથી ટ્રેનમાં ફેરફાર લાવ્યા છે તે બદલ અમે રેલવે અધિકારી, તંત્રનો આભાર માનીએ છીએ. હવેની નવી રેક ખુબ જ આરામદાયક અને સુરક્ષાની દૃષ્ટિએ સારી છે. - મહેશ મધુકર, ઈન્ટરસિટી યાત્રી, વિજલપોર

લાગણી - માંગણીને રેલવેએ સમજી, આભાર
7 દિવસમાં કોચમાં ફેરફારની ખાતરી આપી પરંતુ બે જ દિવસમાં તંત્રએ કામગીરી પાર પાડી અને ફર્સ્ટ કલાસ ઉપરાંત વધુ એક મહિલા કોચ, અન્ય સિટીંગ વ્યવસ્થા બદલી છે. મહિલા મુસાફરો રેલવેના આભારી છે કે જેમણે અમારી લાગણી અને માંગણીને સમજી નિર્ણય કર્યો. - મીનાબેન ગીલાતર, મહિલા મુસાફર

આખરે ઈન્ટરસિટીના 21માંથી 13 કોચ બદલાયા

Share Your Views In Comments Below