નવસારી શહેરના 3.50 કરોડના ખર્ચે મુખ્ય માર્ગોને ટીપટોપ બનાવવાનું આયોજન કર્યું અને પાલિકામાં ઠરાવો પણ કરાયા પરંતુ આ વિલંબથી કાર્યવાહી હાથ ધરાઈ અને ચૂંટણી આચારસંહિતા અમલી બનતા માર્ગો બનાવવાની કામગીરી અટવાઈ ગઈ છે.

ગત ચોમાસાની મોસમમાં નવસારી શહેરના કેટલાક માર્ગો તૂટી ગયા યા ઉબડખાબડ થઈ ગયા હતા. આ માર્ગોમાં આંતરિક માર્ગોની સાથે શહેરના મુખ્ય માર્ગોનો સમાવેશ થાય છે. આમ તો ચોમાસામાં યા ત્યારબાદ તુરંત પાલિકામાં ઠરાવો કરી, સરકારી મંજૂરી મેળવી કામગીરી શરૂ કરાય એ જરૂરી છે પરંતુ નવસારીના મુખ્ય માર્ગોના કિસ્સામાં આમ થયું ન હતું.

લોકસભાની ચૂંટણીની માર્ચ મહિનાના પ્રથમ યા બીજા સપ્તાહમાં જાહેરાત થવાની અને તેને લઈને ચૂંટણી આચારસંહિતા અમલી બનવાની પૂરી શક્યતા હોવા છતાં ફેબ્રુઆરીના અરસામાં નવસારીના 14 જેટલા મુખ્ય માર્ગોને અંદાજે 3.50 કરોડના ખર્ચે બનાવવાના કામના ઠરાવો પાલિકાની સામાન્ય સભામાં થયા હતા. વિલંબથી ઠરાવો થયા અને તેને લઈને રોડના કામોની મંજૂરી મળે તે અગાઉ જ માર્ચમાં ચૂંટણી આચારસંહિતા અમલી બનતા આ મુખ્ય માર્ગોના કામો શરૂ કરવાના રહી ગયા છે. આ રોડના કામોને માર્ગ મકાન વિભાગમાંથી તાંત્રિક મંજૂરી અને સરકારમાંથી વહીવટી મંજૂરી મળવાની પણ બાકી છે. જેથી હવે 26 મે સુધી ચૂંટણી આચારસંહિતા હોય રોડના કામો અટવાઈ ગયા છે.

અહીં ઉલ્લેખનીય છે કે જે માર્ગો બનાવવાનું આયોજન કરાયું છે તેમાં કેટલાક તો વધુ બિસમાર નથી પરંતુ ડેપો માર્ગ, માણેકલાલ સુધીન વગેરે માર્ગ ઉબડખાબડ થઈ ગયા છે.

કેટલાક માર્ગ બનાવવાનો વિવાદ થયો હતો : પાલિકાએ આ મુખ્ય માર્ગો બનાવવાનું કામ હાથ ઉપર લીધુ ત્યારે વિપક્ષ કોંગ્રેસે કેટલાક માર્ગો (પાલિકાથી આશાનગર સર્કલ સુધીનો માર્ગ જેવા) હાલ બનાવવાનો વિરોધ કર્યો હતો. આ માર્ગો સારા હોવા છતાં પુન: બનાવી નાણાનો વેડફાટ કરાઈ રહ્યાનો આક્ષેપ કરી સરકારમાં પણ રજૂઆત કરી હતી.

આંતરિક માર્ગોનું કામ શરૂ કારણ : નવસારીમાં આમ તો મુખ્ય માર્ગો ઉપરાંત સોસાયટીઓને જોડતા આંતરિક માર્ગો બનાવવાનું પણ આયોજન કરાયું હતું. જોકે આંતરિક માર્ગોની કામગીરી પ્રથમ હાથ ઉપર લેવાઈ અને તેના કામના ઠરાવો, મંજૂરી વગેરે પ્રક્રિયા આચારસંહિતા અગાઉ જ પુરી થઈ ગઈ હોય રોડ બનાવવાની કામગીરી શરૂ પણ કરી દેવાઈ હતી.

મુખ્ય માર્ગો હવે ચોમાસા પછી?
આચારસંહિતા હોવાથી હાલ મુખ્ય માર્ગોનું કામ શરૂ થશે નહીં ત્યારે પ્રશ્ન એ છે કે, કામ શરૂ થશે ક્યારે ? આચારસંહિતા 26 મે સુધી છે અને માર્ગોની મંજૂરી, વહીવટી મંજૂરી, વર્કઓર્ડર આપવાના બાકી છે તેથી ચોમાસુ બેસી જાય એમ છે. તેથી ચોમાસા બાદ જ માર્ગો બને એવી શક્યતા છે. કદાચ 23 એપ્રિલે ગુજરાતમાં મતદાન બાદ આચારસંહિતા હળવી થાય તો મે મહિનામાં કામ શરૂ થઈ શકે છે.

આ માર્ગો બનાવવાના રહી ગયા : પ્રજાપતિ આશ્રમથી પાલિકા ઓફિસ સુધી, એસટી ડેપોથી પ્રજાપતિ આશ્રમ સુધી, સેન્ટ્રલબેંકથી લાયબ્રેરી સુધી, દડંગવાડનો રોડ, ચાંદની ચોકથી ગોલવાડ, ટાટા બોયઝ હાઈસ્કૂલથી વોરવાડ સુધીનો રોડ, મોચીવાડ ગેટથી વિવેકાનંદ પ્રતિમા સુધી, કેરશાપ્સ રોડ, રોટરી સર્કલથી બનાતવાલા સ્કૂલ સુધી, પાલિકા ઓફિસથી આશાનગર સર્કલ સુધી, કહારવાડથી અગિયારી સુધી, દરગાહ મુખ્ય રોડ, ચારપુલ ચોકીથી આંબેડકર સર્કલ સુધી, ઠાકોરવાડી પેટ્રોલપંપથી માણેકલાલ રોડ.

મુખ્ય માર્ગો માટે તાંત્રિક મંજૂરી બાકી છે
શહેરના મુખ્ય માર્ગો માટે તાંત્રિક મંજૂરી સહિતની મંજૂરીઓ હજુ બાકી છે અને હાલ ચૂંટણી આચારસંહિતા છે. - રાજુ ગુપ્તા, સિટી ઈજનેર, નવસારી પાલિકા

નવસારી શહેરના 14 માર્ગોની કામગીરી ચૂંટણી આચારસંહિતામાં અટવાઈ પડી

Share Your Views In Comments Below