નવસારી ખાતે રવિવારે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી શિસ્તબદ્ધરીતે ઉજવાઈ હતી. ગુજરાતી ગરબા સાથે નીકળેલી રેલીએ રંગ જમાવ્યો હતો. જુદા જુદા નારાઓ પણ આ રેલીનું આકર્ષણ વધારી રહ્યા હતા. વિજલપોર શિવાજી ચોકથી લુન્સીકૂઈ ડો. બાબાસાહેબની પ્રતિમા સુધી રેલી નીકળી હતી.

નવસારી તેમજ વિજલપોર વિસ્તારમાં બાબાસાહેબના અનુયાયીઓ તથા ભીમસેના દ્વારા ડો. બાબાસાહેબની જન્મજયંતી નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન થયું હતું. સવારે 9:00 કલાકે શિવાજી ચોક વિજલપોરથી રેલી નીકળી હતી અને 12:30 કલાકે લુન્સીકૂઈ મેદાન નજીક આવેલી ડો. બાબાસાહેવ આંબેડકરની પ્રતિમા પાસે રેલી પૂર્ણ થઈ હતી.

તેમાં અનેક નારાઓ ગૂંજ્યા હતા. તેમાં સરકાર હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ, જો જમીન સરકારી હૈ વો જમીન હમારી હૈ, હમ સે જો ટકરાયેગા વો મિટ્ટી મેં મિલ જાયેગા, જેવા નારા આ રેલીમાં સાંભળવા મળ્યા હતા. અંતે રેલી પ્રતિમા સુધી પહોંચ્યા બાદ ભીમ સેનાના અગ્રણીઓએ બાબાસાહેબને ફૂલહાર પહેરાવી બાબાસાહેબનો જયઘોષ કર્યો હતો.

નવસારીમાં ડો. બાબાસાહેબની જન્મજયંતી ધામધૂમથી ઉજવાઈ

Share Your Views In Comments Below