ભારે ગરમીમાં સામાન્યજનની સાથે દૂરથી આવતા લોકો માટે દર વર્ષે વિવિધ સામાજિક સંસ્થા દ્વારા પાણી-છાસ કે ભોજનની વ્યવસ્થાઓ કરાય છે. સોમવારે નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશન દ્વારા કોર્ટ કમ્પાઉન્ડમાં ઠંડાં પાણીની પરબ શરૂઆત કરવામાં આવી હતી.

બાર એસોસિયેશનના પ્રમુખ દીપક ગુપ્તા અને યુવા ટીમ દ્વારા દૂરથી આવતા અસીલો તથા શહેરીજનો માટે ઠંડાં પાણીની પરબ દર વર્ષે શરૂ કરાય છે. સોમવારે આ પરબનો શુભારંભ દીપક ગુપ્તાના હસ્તે થયો હતો. આ પ્રસંગે બારના સભ્યો હાજર રહ્યા હતા.

તો નવસારી પાલિકા ખાતે પણ જૈન સમાજ દ્વારા છાસની પરબ ખોલવામાં આવી હતી. દર વર્ષે જૈન સમાજ દ્વારા ઉનાળાની ગરમીમાં રાહત મળે તે માટે છાસનું વિતરણ વિનામૂલ્યે કરાય છે. પાલિકા ખાતે સુનિલ શાહ (સી.એ.) સહિત આગેવાનોએ છાસની પરબનું ઉદઘાટન કર્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે.

નવસારીમાં આકરા ઉનાળાથી લોકો ત્રાહિત, રાહત મેળવવા સામાજિક સંસ્થા સામે આવી

Share Your Views In Comments Below