નવસારી સહિત ગુજરાતના 100થી વધુ માછીમારોની પાકિસ્તાન બોર્ડરમાં બોટ જતી રહેતા તેમની પાકિસ્તાન મરીન પોલીસ દ્વારા અટક કરાઇ હતી. તેઓને જેલમાં રાખ્યા બાદ ભારત સરકારને માછીમારોની બીજી યાદી સોપવામાં આવતા મંગળવારે ભારત-પાકિસ્તાનની બોર્ડરે માછીમારો આવી પહોંચ્યા હતા. તેમને લેવા માટે સુરતના નાયબ મત્સ્યોદ્યોગ નિયામક ગયા હતા. તેઓ 17મીએ અમૃતસરથી વડોદરા ટ્રેન મારફતે આવશે, ત્યારબાદ વેરાવળ જશે ત્યાં તેમના પરિવારજનો લેવા આવશે.

16મી એપ્રિલે 100 માછીમારને પાકિસ્તાન સરકાર દ્વારા વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપાયા હતા. માછીમારને લેવા નાયબ મત્સ્યોદ્યોગ નિયામક સુરતના એન.એફ.પટેલ ગયા હતા. જેઓ 100 માછીમારને લઈને ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસથી અમૃતસરથી વડોદરા રવાના થશે અને બુધવારે 12.30 કલાકે વડોદરા પહોંચ્યા બાદ વડોદરાથી વેરાવળ બંદરે લઈ જવાશે. જ્યાં એમને બોટમાલિકો અને પરિવારજનોને સોંપાશે. જેમાં નવસારીના પણ 6 માછીમારો હોય પરિવાર પણ તેમને લેવા વેરાવળ જશે.

માછીમારોનું સ્વાગત કરવામાં આવશે
નવસારીના 6 માછીમારો અન્ય માછીમારો સાથે વાઘા બોર્ડરે આવી ગયા છે. તેઓ ટ્રેન મારફતે વડોદરા અને ત્યારબાદ વેરાવળ ખાતે પહોંચશે અને ત્યાંથ પરત નવસારી આવશે. સાગર ભરતી સંસ્થા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. - બલવીરભાઈ ટંડેલ, પ્રમુખ, ગુજરાત પ્રદેશ પ્રચાર સમિતિ સાગર ભારતી

નવસારીના 6 સહિત 100 માછીમાર પાકિસ્તાનથી વાઘા બોર્ડર પહોંચ્યા

Share Your Views In Comments Below