18 April 2019

ભગવાન મહાવીરની જન્મ જયંતી ભક્તિપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ


નવસારીમાં બુધવારે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન મહાવીરની જન્મજયંતીની ભક્તિભાવપૂર્વક વાતાવરણમાં ઉજવણી સંપન્ન થઈ હતી. સવારે નાગતલાવડી સ્થિત ચૌમુખી દેરાસરમાંથી નીકળેલી ભગવાન મહાવીરની રથયાત્રામાં સફેદ વસ્ત્રો ધારણ કરી જૈન સમાજના ચારેય ફિરકાઓના 5000થી વધુ લોકો જોડાયા હતા.

સવારે 9 વાગ્યે નાગતલાવડી સ્થિત ચૌમુખી દેરાસરમાંથી ભગવાન મહાવીરની રથયાત્રા નીકળી હતી. ભગવાનની રથયાત્રા મુખ્ય માર્ગો સાંઢકૂવા, ગોલવાડથી લક્ષ્મણ હોલ, ટાવર પહોંચતા પાલિકાના પ્રમુખ કાંતિ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રા પરત સાંઢકૂવા સ્થિત આવેલ શારદા બા ઉપાશ્રયમાં સંપન્ન થઈ હતી. જ્યાં ઉપસ્થિત મુનિ ભગવતોએ ભગવાન મહાવીરની જન્મ જયંતી અંતર્ગત પ્રવચન આપ્યા હતા.