નવસારીમાં વૃદ્ધોને જ ટાર્ગેટ બનાવી ચેઈન સ્નેચિંગની ઘટનાને અંજામ આપનારા ઈરાની ગેંગના બે સાગરિતોને પોલીસે ઝડપી લીધા છે. એવામાં હાંસાપોર ગામની 70 વર્ષીય વૃદ્ધાને મંદિરે પુજા કરવા જતી વખતે ટાર્ગેટ બનાવી પોણા ત્રણ તોલાની રૂ. 70 હજારની સોનાની ચેઈન તફડાવી ગયા હતા. 15 દિવસ પહેલા બનેલી આ ઘટનામાં ઈરાની ગેંગના જ સાગરિતોની સંડોવણી બહાર આવી છે.

જલાલપોર તાલુકાના હાંસાપોર ગામે જમનાબેન જીતેન્દ્ર પટેલ (ઉ.વ. 70) પટેલ ફળિયામાં પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ ગત 18મી માર્ચે ગામમાં આવેલા શિવમંદિરમાં પુજા કરવા ગયા હતા અને 10.30 વાગ્યાના સુમારે પરત ઘરે આવતી વેળાએ તેમના ઘરની નજીક આવેલા જાહેર રોડ પરથી પસાર થતા હતા. એ સમયે તેમની પાછળ અજાણ્યા બાઈક ચાલકો આવ્યા હતા. તેઓએ આજુબાજુ જોતા તે વેળાએ કોઈ રાહદારી કે વાહનચાલક પસાર થતો ન દેખાતા જમનાબેન પાસે બાઈકચાલકો આવીને તેમના ગળામાં ઝાપટ મારીને સોનાની ચેઈન તોડી ફરાર થઈ ગયા હતા.

જમનાબેને ચોર ચોરની બૂમો પાડી હતી પરંતુ આસપાસના લોકો આવે તે પહેલા બાઈકચાલકો ભાગી છૂટ્યા હતા. તે દિવસે જલાલપોર પોલીસે જમનાબેન પટેલની માત્ર અરજી લીધી હતી. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ઘટનાની વધુ તપાસ પોસઈ એચ.પી. ગરાસિયાએ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પોલીસે ઈરાની ગેંગના બે જણાંને ઝડપી લીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઈરાની ગેંગના ખમ્મર અનવરઅલી જાફરી તથા હસદુલ્લા નાદર જાફરી (બંને રહે. ભીવંડી, મહારાષ્ટ્ર)એ જ કરી હોવાનું માલૂમ પડ્યું છે. 100થી વધુ જગ્યાએ આ બંનેએ થાણે (મહારાષ્ટ્ર) વિસ્તારમાં નકલી પોલીસ બનીને લોકો સાથે છેતરપિંડી કરી હતી. પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

બીલીમોરા પોલીસે ગત 25 માર્ચે પકડેલા બે નકલી પોલીસ દ્વારા નવસારી જિલ્લા, વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રના ભિવંડી ખાતે ગુના આચર્યા હોય આજરોજ નવસારી પોલીસ મહારાષ્ટ્રના ભિવંડી ખાતે ગુનાની તપાસ કરવા ગયા હોવાની માહિતી મળી છે.

નવસારી શહેરમાં આચરેલા ગુનાઓ
કિસ્સો 1: 15 ઓગસ્ટ 2018ના રોજ શાંતાબેન મગન ટેલર (ઉ.વ.80) પોટલીયાવાડમાં બે યુવાનો સરનામું પૂછવાના બહાને 40 હજારની ચેન તોડી બાઇક પર ફરાર
કિસ્સો 2: તા.22 સપ્ટેમ્બર 2018 રમીલા બાબુ શેઠ (ઉ.વ.67) ઝવેરી સડક ખાતે પસાર થતી વેળાએ બાઇક ચાલકોએ ચાલુ બાઈકે ચેન તોડી બાઇક ચાલકો ફરાર
કિસ્સો 3: તા.13 ઓક્ટોબરે 2018 હંસા નટવર શાહ (ઉ.વ.67) શાંતાદેવી રોડ ખાતે બપોરે મરચાંભૂકી નાંખી ગળામાંથી 30 હજારની સોનાની ચેન ચોરી બાઇક પર ફરાર
કિસ્સો 4: 31 જાન્યુઆરી 2019 નૈના નરેંદ્ર મહેતા (63) શાંતાદેવી રોડ ખાતે બપોરના સમયે મરચાં ભૂકી નાંખીને 30 હજારની ચેન ચોરી બાઇક ચાલકો ફરાર થયા હતા.

બીલીમોરા પંથકમાં સ્નેચિંગના બનાવો
કિસ્સો 1: 8 જાન્યુઆરીના રોજ જયનાબેન પટેલ (ઉ.વ.40)નું વણગામ કુવા ફળિયા પાસેથી અઢી તોલાનું રૂ. 40 હજારની કિંમતનું મંગળસૂત્ર તફડાવી ગયા હતા.
કિસ્સો 2: 22મી જાન્યુઆરીએ નિરમાબેન પટેલ(ઉ.વ.36) લગ્નમાં જતા હતા એ સમયે કરંજદેવી આલીપોર માર્ગ પર 3 તોલાનું રૂ. 50 હજારનું મંગળસૂત્ર તોડી ગયા હતા.
કિસ્સો 3: 17 જાન્યુઆરી ના રોજ મણીબેન પટેલ (ઉ.વ.62 )ઘરે પરત આવતા સમયે કોન્વેન્ટ શાળા સામે આવેલા માર્ગ પરથી 17 ગ્રામનું રૂ.29બલ હજારનું મંગળસૂત્ર.
કિસ્સો 4: 7 માર્ચ 2019 મનુબેન પટેલ (ઉ.વ.58)ગોયંદી ભાઠલા ઘરે પરત જતા માર્ગ પરના ડેન્સા પાસે 25 ગ્રામનું રૂ.70 હજારનું મંગળસૂત્ર તોડી ગઠિયા ફરાર થયા હતા.

ઈરાની ગેંગનો તરખાટ, નવસારી-બીલીમોરામાં 8 મહિનામાં 8 ચેઇન સ્નેચિંગ

Share Your Views In Comments Below