નવસારીમાં આવેલ તરોટા બજારમાં આવેલા સિલ્વર સ્ટાર એપાર્ટમેન્ટના પહેલ માળે આવેલ બંધ ઘરનું તાળું તોડીને કબાટના તાળાં તોડીને અંદર મુકેલા 35 હજાર રોકડાની ફરિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાઈ હતી.

તરોટા બજાર વિસ્તારમાં આવેલા સિલ્વર સ્ટાર એપાર્ટમેન્ટના પહેલા માળે ફૈજાન રિયાઝ તાઈ તેના માતપિતા અને પરિવાર સાથે રહે છે. ફૈજાન મોબાઇલ રીપેરનો ધંધો ઘરે જ કરે છે. ગતરોજ તેના માતા પિતા બહારગામ ગયા હતા અને તેનો ભાઈ સુરત નોકરીએ ગયો હતો. તેઓ પણ જીમમાં ગયા હતા. દોઢ કલાક બાદ પરત ઘરે આવીને જોયું તો ઘરના દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરની અંદર કબાટના દરવાજા ખુલ્લા હોય અને સામાન વેરવિખેર હતો અને કબાટમાં મુકેલા 35 હજાર રોકડા ગાયબ હતા. આ બાબતે ફૈજાન તાઈએ નવસારી ટાઉન પોલીસે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

દાગીના સલામત હતા, રોકડા ન હતા
ગતરોજ હું 4-30 વાગ્યે જીમમાં ગયો અને 5.30 વાગ્યાના સુમારે હું ઘરે આવતા જોયું તો દરવાજાને મારેલું તાળું નીચે હતું. નકૂચો પણ તોડી નાખ્યો હતો. કબાટમાં મુકેલા દાગીના સલામત હતા પરંતુ 35 હજાર રોકડા ન હતા. અમારા એપાર્ટમેન્ટમાં સીસીટીવી કેમેરા મૂકેલા હોય તે જોતાં 40 વર્ષીય ઈસમ તેમના ઘરમાં ચોરી કરીને થોડીવારમાં બહાર નીકળતો જણાય છે. -ફૈજાન તાઈ, ભોગ બનનાર

ફરિયાદી સહકાર આપતા નથી
અમોએ એ વિસ્તારમાં શોધખોળ કરી પરંતુ ફરિયાદી તરફથી કોઈ સહકાર મળતો નથી. તેઓને કોઈના પર શંકા ન હોય જેથી ચોરીના આરોપી પકડાય તે માટે લોકોનો સહકાર પણ અમને મળે તો ગુનાનું ડિટેકશન થઈ જાય એવું છે.  -મહાદુભાઈ કોંકણી, પોસઈ. નવસારી ટાઉન

નવસારીના તરોટા બજારમાં આવેલા એપાર્ટમેન્ટના બંધ ઘરમાંથી ચોરી

Share Your Views In Comments Below