નવસારીના હાર્દ સમા લુન્સીકુઇ મેદાન પાસે આવેલા સરબતીયા તળાવના બ્યુટીફિકેશન પાછળ કરોડો ખર્ચ કરનારી નવસારી નગર પાલિકા તળાવના પાણીને શુધ્ધ કરવા માટે ઉણી ઉતરી છે. તળાવના પાણીમાંથી આવતી દુર્ગંધને કારણે અહિં શહેરીજનો ચક્કર મારતા મારતા દુર્ગંધથી ભાગતા જણાય છે. સરબતીયા તળાવમાં બારેમાસ પાલિકા બોરનું પાણી નાંખીને તળાવ ભરેલું કોના માટે રાખે છે એ પણ એક પ્રશ્ન છે, કારણ છેલ્લા એક વર્ષમાં જયારે શહેર પાણી માટે વલખા મારી રહ્નયુ હોય તો પાલિકા કોને અને કયા શહેરીજનોને ખુશ રાખવા તળાવ છલોછલ ભરેલું રાખે છે એ ચર્ચાની એરણે છે.

નવસારી નગર પાલિકાના શાસકો દ્વારા શહેરને પેરીસ બનાવવાના સપના સેવવામાં આવ્યા છે. પરંતુ શહેરીજનોની પ્રાથમિક જરૂરિયાતોમાંનુ એક પાણી પણ પાલિકા પુરતા પ્રમાણમાં અને શુધ્ધ આપી શકતી નથી. ઉનાળાનો પ્રારંભ થયો છે અને નહેરનું રોટેશન બંધ હોવાથી પાણીનો કકળાટ શરૂ થયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ડહોળુ અને ઓછા દબાણે પાણી આવતા શહેરીજનોમાં અને ખાસ કરીને મહિલાઓમાં રોષ જાવા મળી રહયો છે.

પાણી સમસ્યાને લઇને શહેરીજનો મોર્ચા લઇને પાલિકાના શાસકોને જગાડવાનો અને વેરાની સામે સુવિધાઓ આપવાની માંગણી કરી રહયા છે. બે દિવસ અગાઉ પણ જલાલપોરના અમૃત નગરની મહિલાઓએ પાલિકા પ્રમુખ કાંતિ પટેલનો ઘેરાવ કર્યો હતો અને પ્રમુખે નીચા મોઢે જમવા જવાનું બહાનું કરીને ત્યાંથી છટકી જવું પડ્યું હતું. જાકે આ બધા વચ્ચે શહેરની મધ્યમાં આવેલા સરબતીયા તળાવને બોરનું પાણી ભરીને પણ પાલિકા છલોછલ રાખવા પાછળ બેબાકળી બની હોય એવું લાગી રહયું છે. સરબતીયા તળાવના બ્યુટીફિકેશન પાછળ હાલમાં જ પાલિકાએ કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. પરંતુ તળાવના પાણીમાંથી એટલી દુર્ગંધ આવે છે કે ત્યાં આવનારા લોકો ફરવાની મજા જ ભુલી જાય છે.

પાણીની દુર્ગંધ શાના કારણે છે, ક્યાંક ડ્રેનેજ લાઇન તળાવમાં તો નથી ભળતીને પાલિકાએ એ પણ ચકાસવુ જાઇએ. કારણ પહેલા ખાણી-પીણીની લારીવાળાઓના કારણે તળાવ દુષિત થતું હોવાના આક્ષેપો હતા. પરંતુ લાંબા સમયથી તળાવમાં કચરો નાંખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. બીજી તરફ તળાવને સજાવ્યા બાદ લારીવાળાઓને અહિંથી હટાવીને પાલિકાના રાશી મોલ નજીકના પ્લોટ પર મોકલી દેવામાં આવ્યા છે.

પાણીની અછત વચ્ચે કોના માટે તળાવ ભરવામાં આવે !!
નવસારી શહેરમાં પાણીની અછત વચ્ચે જયાં બોરમાંથી પાણી મળવું મુશ્કેલ બન્યું છે, ત્યાં પાલિકા સરબતિયા તળાવ કોના માટે અને કોના ઇશારે બારેમાસ નજીકમાં આવેલા પાણીના બોરથી તળાવ ભરેલું રાખે છે. મળતી માહિતી મુજબ થોડા મહિનાઓ પૂર્વે પાલિકાએ સરબતિયા તળાવ નજીકના બોરનું ૪.૫૦ લાખ રૂપિયાનું બીલ ભર્યુ હતું, જેના કારણે તળાવને સુંદર બતાવવા કોના ઇશારે લાખોનો ખર્ચ પાડવામાં આવ્યો એની પણ ચર્ચા પણ ઉઠી છે.

કરોડોના ખર્ચે સુંદર બનાવેલા સરબતિયા તળાવનું પાણી ગંધાતું

Share Your Views In Comments Below