આગામી તા. 23મીના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદાન યોજનાર છે. આ માટે મતદારો મોટા પાયે મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. એમ. ડી. મોડિયા, જનરલ ઓર્બઝવરો દ્વારા લુન્સીકૂઈ મેદાન ખાતે શિક્ષકો દ્વારા ગુજરાતનો નકશો તૈયાર કરાયો હતો.તા. 23મીના રોજ મતદાન વધુ ને વધુ થાય તે માટે ડૉ. મોડિયાએ લોકજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો શરૂ કર્યા છે. જે અંતર્ગત ગતરોજ રાત્રે લન્સીકૂઈ મેદાન ખાતે નવસારી, જલાલપોર, ગણદેવીના શિક્ષકો દ્વારા ગુજરાતનો નકશો તૈયાર કરી ત્યાં મોબાઈલની લાઈટ બતાવી લોકોને મતદાન માટે અપીલ કરાય હતી. તા. 23મી એપ્રિલ દર્શાવવા સાથે આંગળી પર મતદાન કરાયાનું પણ દર્શાવાયું હતું. જો કે આ કાર્યક્રમ માટે શિક્ષકોને સાંજે 4:00 કલાકે બોલાવાતા શિક્ષકોમાં નારાજગી સાથે જિલ્લા શિક્ષણાધિકારી ચૌધરીએ પણ શિક્ષકોએ હંમેશા ભોગવવાનું જ આવે છે તેવો સુર જાહેરમાં વ્યક્ત કર્યો હતો.પાણી કે અન્ય સુવિધા વગર શિક્ષકો ખાસ કરીને મહિલા શિક્ષિકાઓ મુશ્કેલીમાં મુકાઈ હતી. તેમની પાસે રિહર્સલ કરાવ્યા બાદ અધિકારીઓ ચાર કલાક બાદ આવતા શિક્ષિકાઓ પણ કંટાળી હતી. આ પ્રસંગે ચૂંટણીપંચના બ્રાંડ એમ્બેસેડર વિસ્પી કાસદ, આચાર્ય બોમી જાગીરદાર, પ્રા. જશુભાઈ નાયક વગેરે હાજર રહ્યા હતા.

નવસારીમાં ચૂંટણી માટે તંત્ર સજ્જ: ગુજરાતનો નકશો બનાવી મતદાતાને જાગૃત કરવા પ્રયાસ

Share Your Views In Comments Below