નવસારી જિલ્લાની 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમને બીલીમોરા રેલવે પોલીસ દ્વારા કોલ કરી જણાવેલુ કે એક કિશોરી રેલવે સ્ટેશન પાસે બેઠી છે. રેલવે પોલીસ દ્વારા કિશોરીને પૂછપરછ કરતાં કોઇ જવાબ આપતી ન હતી. જેથી મદદરૂપ થવા માટે 181 અભયમ ટીમની મદદ લીધી હતી. 181ની મદદથી કિશોરીનું પરિવાર સાથે મિલન કરાવાયું હતું. કિશોરી પરત ઘરે આવતા પરિવારજનોમાં હાશકારો તથા આનંદજી લાગણી ફેલાઇ હતી.

બીલીમોરા સ્ટેશને એક કિશોરી મળતા તેણે 181ને જાણ કરી હતી. 181 અભયમ ટીમને કોલ મળતા નવસારી રેસ્કયુ વાન સ્થળે પહોંચી શાંતિથી કિશોરીની પુછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં કિશોરી તરફથી કોઇ પ્રતિભાવ ન મળ્યો હતો પરંતુ ટીમ દ્વારા શાંતિથી કિશોરીને સમજાવી હતી. જેથી કિશોરીએ જણાવ્યું હતું કે, નવસારીમાં તેને એક છોકરા સાથે મિત્રતા હોવાથી તેના ઘરમાં ઝઘડો થયો હતો. આથી કિશોરી ઘરે કોઇને પણ જાણ કર્યા વગર ટ્રેનમાં બેસી બીલીમોરા આવી ગઇ હતી.

હવે આગળ કયાં જવું તે સમજ ન પડતા તે બીલીમોરા રેલવે સ્ટેશન પર જ બેસી રહી હતી. જયાં રેલવે પોલીસ કર્મચારીની કિશોરી પર નજર પડતાં અભયમ ટીમને જાણ કરી હતી.

નવસારી જિલ્લા 181 અભયમ ટીમના કર્મયોગી કર્મચારી ફાલ્ગુની પટેલ તેમજ દર્શનાબેન કિશોરીને સમજાવી તેના પરિવારને સોંપવામાં આવી હતી. આમ બીલીમોરા રેલવે પોલીસ કર્મચારીની સતર્કતા તેમજ 181 અભયમ ટીમની સમજાવાટથી ઘરેથી કોઇને કહ્યા વિના ભાગેલી કિશોરી પરિવારને મળતા આનંદની લાગણી અનુભવી હતી.

નવસારીની ઘરેથી ભાગી ગયેલી કિશોરીનું પરિવાર સાથે મિલન

Share Your Views In Comments Below