નવસારી તાલુકાના આરક સિસોદરા ગામે મેજીક્રેટ બિલ્ડિંગ સોલ્યુશન પ્રા.લિ. નામની બિલ્ડિંગ બાંધકામમાં વપરાતા સિમેન્ટના બ્લોક બનાવતી ફેકટરી આવેલી છે. આ કંપનીમાં 3 શિફટમાં 250થી વધુ કર્મચારીઓ કામ કરે છે. ગુરૂવારે બપોરના 12.30 વાગ્યા સુમારે આ ફેકટરીના પ્રોડકશન વિભાગમાં આવેલા 5 નંબરના ઓટોક્લેવ (બોઈલર)માં અચાનક ભયંકર ધડાકો થયો હતો. ધડાકાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ધડાકાથી પ્રોડકશન વિભાગની છત પણ તૂટી ગઈ હતી.

બોઈલર પાસે કામ કરતા 37 પૈકી 10 કર્મચારીઓને ગંભીર ઇજા થઈ હતી. જેમાં એક કર્મચારી સત્યપ્રકાશ ચૌબે (ઉ.વ. 45, રહે. સચીન, મૂળ. યુપી)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જયારે અન્ય 9 કામદારોને શરીરે સ્ટીમ મશીનની ઝાળ લાગતા ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ગ્રામ્ય પોલીસને થતાં પોસઈ કે.ક.સુરતી તથા સ્ટાફ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. વધુ તપાસ હાથ ધરી હતી. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે પ્રોડકશન વિભાગની છતના પતરા તૂટીને બાજુના ખેતરોમાં પડ્યા હતા. આ ઘટનાની જાણ થતા ગ્રામ્ય પીએસઆઈ કે.કે.સુરતી, પી.આઇ. એલ.કે.પઠાણ, ડી.વાય.એસ.પી. સાગર સામણા, મામલતદાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ, એફએસએલ ટીમ, ફેક્ટરી ઈન્સ્પેકટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા.

દુર્ઘટનામાં ઇજાગ્રસ્તો તથા મૃતકના પરિવારને વળતર
કંપની દ્વારા કામદારોનો વીમો ઉતરાવ્યા બાદ જ કંપનીમાં કામદાર તરીકે નોકરીએ રાખવામાં આવતા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા સત્યપ્રકાશના પરિવારને રૂ. 8થી 9 લાખનું વળતર તેમજ ઇજાગ્રસ્તોને મેડિકલ અન્વયે વળતર અપાશે એવું કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું.

એક મહિના પહેલાં ઇન્સ્પેકશન થયું હતુ
ફેકટરીમાં સેફટીના સાધનો અને તેનું ઇન્સ્પેકશન ફેકટરી ઈન્સ્પેકટર અને થર્ડ પાર્ટી દ્વારા એક માસ પહેલા કરાવ્યું હતું. આ દુર્ઘટના કોઈ ભૂલના કારણે થઈ હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. આ ઘટના બાદ કામદારો બહાર જ આવી ગયાં હતા અને બપોરબાદ કામ બંધ રાખ્યું હતું.

દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોની યાદી
નરવેસિંઘ જામના (ઉ.વ 28), સુધીર રાજવંશી (ઉ.વ. 28), વિશાલ તિવારી (ઉ.વ. 20), વિશેષ તિવારી (ઉ.વ. 23), કમલેશ ચૌહાણ (ઉ.વ. 21), નાનબાઈ નરવેસિંઘ જામના (ઉ.વ. 25), રાજૂ કેડિયા મણા (ઉ.વ. 29), રાજેશ ભૂરીયા (ઉ.વ. 19), બબલુ આહીર (ઉ.વ. 20) તમામને સુરતની ફર્સ્ટ સેંચુરિયન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જે પૈકી 4ને મોડી સાંજે સારવાર બાદ રજા અપાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

બોઇલરનું ઢાંકણ ખુલી જતા દુર્ઘટના ઘટી
બપોરે બનેલી ઘટનામાં પ્રોડકશન વિભાગમાં આવેલ 8 બોઈલર પૈકી 5માં નંબરના ઓટોકલેવનું ઢાંકણ ઓપરેટરની ભૂલને કારણે બપોરના સમયે ખૂલી ગયું હતું અને તેના કારણે પ્રેશર વધતાં વરાળ બહારની બાજુએ આવતા આ દુર્ઘટના થઈ હોવાનું લાગે છે. - અતુલભાઈ ઝુનઝુનવાલા, કંપનીના મેનેજર

આરકમાં અંદાજે 16 ઓટોકલેવ કાર્યરત
આરક સિસોદરા ગામે આવેલી કંપનીમાં મોટાભાગે પરપ્રાંતીયો જ નોકરી કરે છે. પ્રોડકશન વિભાગમાં આવેલ ઓટોકલેવમાં વધુમાં વધુ 2370થી વધુ બ્લોક મૂકીને એમાં વરાળ વડે પક્વવામાં આવે છે. આવા 16 ઓટોક્લેવ અહી કાર્યરત છે.

ટાર્ગેટ ઝીરો એક્સિડન્ટ કંપનીમાં અકસ્માત
જ્યાં દુર્ઘટના સર્જાઈ એ ફેકટરીમાં સલામતીના ધારાધોરણનું ચૂસ્તપણે પાલન કરવામાં આવે છે તે અંગેનું માર્ગદર્શન કામદારોને મળી રહે તે માટે ઠેર ઠેર કંપનીમાં બોર્ડ અને પોસ્ટરો લગાવાયા છે. સલામતીના સાધનોની ચકાસણી થાય છે. કંપનીના કેમ્પસમાં કંપની દ્વારા ટાર્ગેટ ઝીરો એક્સિડંટનું બોર્ડ માર્યું છે.

મારે પપ્પા સાથે મારા ગામ જવું હતું
નવસારીમાં આવેલી ફેક્ટરીમાં કામદાર તરીકે કામ કરતાં સત્યપ્રકાશ ચૌબેને ઇજા થઈ હોવાની જાણ તેના પુત્ર સુરજને થતાં તેના મિત્રો સાથે સચીનથી નવસારી ખાતે ફેક્ટરીમાં આવ્યો હતો. તેના પિતાનું મોત થયાની જાણ તેમના વડીલને ફોન કરી જણાવ્યુ કે મારે પપ્પા સાથે ગામમાં જવાનું હતું પરંતુ હવે ગામ કોની સાથે જઈશ તેમ ફોન પર જાણ કરતાં ચોધાર આંસુએ રડી પડ્યો હતો. જેને તેને મિત્રોએ સાંત્વના આપી હતી. હાલ સુરજની પરીક્ષા પૂરી થઈ હોય પરિવાર સાથે ગામ જવાનો હોવાનું તેના મિત્રોએ જણાવ્યુ હતું.

ટાર્ગેટ ઝીરો એક્સિડન્ટ કાગળ પર, આરક સિસોદ્રાની બ્લોક બનાવતી ફેકટરીમાં બોઈલર ફાટતાં 1 કર્મીનું મોત

Share Your Views In Comments Below