આમતો વિશ્વના ભૂભાગ પર 70 ટકાથી વધુ પાણી છે, પરંતુ તે ખારૂં હોવાથી પીવાલાયક નથી. ફકત 2.5 ટકા જેટલું પાણી પીવાલાયક છે અને તેમાં પણ શુધ્ધ પાણીની સ્થિતિ વધારે ખરાબ છે. આમ 72.5 ટકા પાણી બાદ જે પાણી બચે છે તે ગ્લેશિયરમાં બરફરૂપે છે. જેથી પાણીની સમસ્યા કેવળ ભારત પુરતી જ સિમિત નથી પણ તેનું ફલક સમગ્ર વિશ્વ સુધી વ્યાપેલું છે.

હાલમાં વિશ્વની કુલ વસ્તી સાત અબજ જેટલી છે પરંતુ આપણી પાસે દુનિયાની આટલી વિશાળ વસ્તીને પીવા યોગ્ય પાણી પુરું પાડવા માટે 0.007 ટકા પાણી જ છે. જે સૌથી ગંભીર બાબત છે.

30 કરોડ લોકો પાણી માટે સંઘર્ષ કરે છે
હાલમાં જ બહાર પડેલા એક ખાનગી સર્વેમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી હતીકે, ભારતમાં દરરોજ સવાર થતાં જ 30 કરોડ લોકો પાણી માટે સંઘર્ષ કરતાં નજરે પડે છે. જયારે દુનિયામાં 1.30 કરોડ લોકોની આ સ્થિતિ જોવા મળે છે. વર્ષ 2025 સુધી દેશમાં 7900 કરોડ લિટર પાણીની માંગનો વધારો થશે. આટલું જ નહી વર્ષ 2030 સુધી દુનિયાના 40 ટકા લોકો જળસંકટવાળા વિસ્તારોમાં રહેતા હશે.

ભૂગર્ભજળનું સ્તર નીચે જઇ રહ્યું છે.
ઉપરોકત સર્વે મુજબ જ પાછલા 6 દાયકામાં ભારતમાં પાણીનો જથ્થો ઘટીને એક તૃત્યાંશ જેટલું થઇ જવા પામ્યું છે,એટલું જ નહી દેશમાં ભૂગર્ભજળનું સ્તર દરવર્ષે 1 મીટર જેટલું નીચે જઇ રહ્યું છે. હાલમાં દેશમાં લગભગ 11 કરોડ જેટલાં લોકો ભિષણ જળસંકટનો સામનો કરી રહ્યાં છે.

જળસંકટનો ઇલાજ આખરે શું કરી શકાય?
કેવળ ભારત જ નહી વિશ્વમાં પીવાના મુખ્ય સ્ત્રોત તરીકે હાલમાં પણ વરસાદનું પાણી જ છે. આ સિવાય જેટલાંયે વિકલ્પો કે પ્રયોગો છે તે ક્યાં તો અત્યંત ખર્ચાળ છે અથવા તો એપ્લીકેબલ નથી. જેવી રીતે કે નાસા અને જાપાની સંસ્થાએ સંયુકત રીતે કરેલા સંશોધનમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ થકી જળસંગ્રહ કરવા અને તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

શું છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ?
રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એ કોઇ નવી પધ્ધતિ નથી. પ્રાચીનકાળમાં સૌ પ્રથમ વખત રોમનો દ્વારા વરસાદી પાણીને પીવા તેમજ ઘરેલું ઉપયોગ માટે સંગ્રહ કરવામાં આવતો હતો,ત્યાર બાદ આજથી બે હજાર વર્ષ પૂર્વે પેલેસ્ટાઇનમાં આવેલા નેગેવના રણમાં ખેતી માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો.

રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની પાંચ પધ્ધતિ
રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમમાં મૂળભૂત રીતે ત્રણ બાબતો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક, પાણીને જમા કરવું ,બે, તેનું વહન કરવું અને ત્રણ, તેનું સંગ્રહણ કરવું. વરસાદી પાણીના સંગ્રહ અને ઉપયોગ માટે જે પાંચ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં છત કે ધાબા પર પડતા પાણીને એકત્રિત કરવું, શૈક્ષિણક સંસ્થાઓ, સ્ટેડિયમ અને એરપોર્ટ વિસ્તારમાં કરવામાં આવતું સંગ્રહણ, શહેરી વિસ્તારોમાં હાઇરાઇઝ બિલ્ડીંગોમાં રૂફવોટર કલેકશન સિસ્ટમ દ્વારા એકત્રિત કરાતું પાણી, લેન્ડ સરફેસ કેચમેન્ટ, શહેરી કેચમેન્ટમાં સ્ટ્રોમવોટર થકી વરસાદી પાણીનું સંગ્રહણ કરવું.

કેવી રીતે સંગ્રહ કરવામાં આવે છે?
ઘર,મકાન,એપાર્ટમેન્ટ, સોસાયટીના ધાબા કે છત પર પડતા પાણીને એકત્રિત કરવામાં આવે છે. આ પાણીને ડ્રેઇન પાઇપ દ્વારા નીચે ઉતારવામાં આવે છે. ત્યાર બાદને તેને અલગ અલગ જંકશન ચેમ્બર્સથી પાણી એકઠું કરવામાં આવે છે. આ એકઠા કરાયેલા પાણીને ફિલ્ટર ચેમ્બરમાં ભેગુ કરવામાં આવે છે.

60 મિટર ઉંડા બોરમાં પાઇપો ઉતારવામાં આવે છે
આ ફિલ્ટર ચેમ્બરમાં 60 મિટર ઉંડો બોર કરવામાં આવે છે અને આ ઉંડા બોરમાં સ્લોટેડ પાઇપો ઉતારવામાં આવે છે. જેમાં ફિલ્ટર ચેમ્બર, કપચી અને રેતીથી ભરી લઇને ચેમ્બરને આર.સી.સીના ઢાંકણથી કવર કરી લેવામાં આવે છે. જેના કારણે ફિલ્ટર ચેમ્બરમાં જમા થયેલું પાણી જુદી જુદી ચેમ્બરમાં પસાર થઇ, ફિલ્ટર થયેલું પાણી સ્લોટેડ પાઇપ દ્વારા સીધું ભુગર્ભમાં ઉતારી દેવામાં આવે છે.

સૌજન્ય: khabarchhe.com

રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ભવિષ્યમાં આપણને પાણી પાણી થતાં બચાવશે

Share Your Views In Comments Below