30 June 2019

નવસારીમાં ડીપીમાં આગ, 4 બાઈક અને 2 સાઈકલ સ્વાહા


નવસારીમાં એક તરફ વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ નવસારી શહેરના શાંતાદેવી રોડ ખાતે આવેલા કિનારા એપાર્ટમેન્ટ સંકુલમાં આવેલ ડીપીમાં અચાનક આગ લગતા અફરાતફરીનો માહોલ ફરી વળ્યો હતો. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 4 બાઈક અને 2 સાઈકલ સ્વાહા થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ સ્થાનિકોએ નવસારી ફાયર બ્રિગેડને કરતા તેઓએ આવી ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવી દીધી હતી.

નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ અવિરત વરસી રહ્યો છે ત્યારે નવસારી શહેરમાં શનિવારે મોડી સાંજે શાંતાદેવી ખાતે આવેલા કિનારા એપાર્ટમેન્ટના સંકુલમાં આવેલ ઇલેક્ટ્રીક ડીપીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આ આગ જોતજોતામાં આસપાસમાં ફેલાઈ ગઈ હતી. ડીપીની બાજુમાં પાર્ક કરેલા 4 બાઈકો તથા 2 સાઈકલ આગની ઝપેટમાં આવી ગયા હતા. આગને પગલે આ એપાર્ટમેન્ટના લોકોમાં અફરાતફરીનો મચી ગઈ હતી.