2 August 2019

દરેક ક્ષેત્રમાં મહિલાઓનું મોટું યોગદાન રહ્યું છે


મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે સુરક્ષા સેતુ સોસાયટી અને જિલ્લા પોલીસ નવસારી દ્વારા મહિલા સુરક્ષા રેલીને ગુજરાત વિધાનસભાના ઉપદંડક આર.સી.પટેલે લુન્સીકૂઇ નવસારી ખાતેથી લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી નવસારી રામજી મંદિર પહોંચી હતી. જ્યાં શસ્ત્ર પ્રદર્શન પણ યોજાયું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલે દરેક ક્ષેત્રમાં મહિલાઓનું મોટુ યોગદાન રહ્યું છે. સમાજની અંદર શોષણનો ભોગ બનતી મહિલાઓ આગળ આવે અને શોષણ અને ઘરેલું હિંસાથી મુકત થવું જોઇએ. નારી ખૂબ જ સહનશીલતા ધરાવે છે પરંતુ મર્યાદામાં રહીને શોષણ ન થાય તેની કાળજી રાખવા જણાવ્યું હતું. નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, મહિલા સશકિતકરણમાં બીજા રાજય કરતાં ગુજરાત રાજય આગળ છે. ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટમાં નવસારી જિલ્લો આગળ છે.

કલેકટર ડો.એમ.ડી.મોડિયાએ જણાવ્યું કે, કાર્યક્રમ થકી મહિલાઓને સ્વાભિમાની, સશકત બનાવવા અનુરોધ કર્યો હતો. જયાં જયાં નારી પૂજાય છે ત્યાં ત્યાં ભગવાનનો વાસ છે. પોલીસ વિભાગ દ્વારા મહિલાઓને ટ્રાફિક એજયુકેશનની તાલીમ આપે છે, જે કામગીરીને કલેકટરે બિરદાવી હતી.

પોલીસ અધિક્ષક ડો.ગિરીશ પંડયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મહિલાઓને સુરક્ષા માટે કોઇ તકલીફ હોય તો પોલીસ 100 અને 181 મહિલા હેલ્પલાઇન અભયમ ટીમનો સંપર્ક કરવા જણાવ્યું હતું. નવસારી ખાતે કુટુંબ સહાયતા કેન્દ્ર પણ ચાલે છે જેમાં મહિલાઓ પર થતા અત્યાચાર માટે કાઉન્સેલીંગ કરી મદદ કરે છે. પોલીસ વિભાગ દ્વારા પોલીસ ભરતી માટે તાલીમ આપે છે. જેમાં હાલમાં 42 બહેનોની પસંદગી થઇ છે.