3 August 2019

નવસારી રેલવે સ્ટેશનેથી મળેલી બાળકીનું પરિવાર સાથે મિલન


નવસારી રેલવે સ્ટેશનથી એક 14 વર્ષની બાળકી જુવેનાઇલ જસ્ટીસ એકટ-2015 હેઠળ ચિલ્ડ્રન હોમમાં કાળજી અને રક્ષણ અર્થે બાળ રક્ષણ અર્થે બાળક કલ્યાણ સમિતિએ સંભાળ અર્થે મૂકવામાં આવી હતી. બાળકી દીપા (નામ બદલ્યું છે)ને 60 દિવસ બાદ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

બાળકી દીપા નવસારી રેલવે સ્ટેશનથી મળી આવી હતી. જે બાળકીનું કાઉન્સેલીંગ કરતાં જણાવ્યું હતું કે તેના પિતાએ 8 વર્ષની ઉંમરે દિલ્હીમાં કોઠા ઉપર નાચવા માટે મૂકી આવ્યાં હતાં. દીપાને ગ્રાહક સાથે બળજબરી કરતા તે ત્યાંથી ભાગી જઇ અંધેરી જવા ટ્રેનમાં બેસી ગઇ હતી. જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા તેનું કાઉન્સેલીંગ કરતાં તે જૂઠુ બોલી રહી હતી.

ત્યારબાદ તેને શાંતિથી સમજાવી નિયમિત કાઉન્સેલીંગ કરતા તેણે તેના પરિવારની હકીકત જણાવતા કહ્યું કે તે દિલ્હીની છે. માતા-પિતા દ્વારા અભ્યાસ તથા ઘરના કામકાજ અંગે ઠપકો આપતા તે ઘરથી નીકળીને ટ્રેનમાં બેસી અને નવસારી આવી પહોંચી હતી. નવસારી એક વ્યકિતએ તેના વિશે રેલવે પોલીસને જાણ કરી હતી. તેને જિલ્લા બાળ સુરક્ષા એકમને સોંપી દેવાય હતી.

બાળકીના પિતાનો સંપર્ક કરી દિલ્હી બાળ કલ્યાણ સમિતિ સાથે સંકલન કરી પરિવારની તપાસ તથા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાયા અંગેની તપાસ કરી હતી. બાળ કલ્યાણ સમિતિના આદેશથી દીપાને દિલ્હી બાળ કલ્યાણ સમિતિ મારફત કુટુંબને 60 દિવસ બાદ પુનઃસલામત રીતે મોકલી આપતાં તેમના પરિવારને હર્ષની લાગણી અનુભવી હતી.