નવસારી નજીકથી પસાર થતી પૂર્ણા નદીની સપાટી શુક્રવારે અચાનક જ વધી સાંજ સુધીમાં ભયજનક સપાટી નજીક પહોંચી જતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. બપોરે 2 વાગ્યે જ સપાટી 18થી 19 ફૂટ નજીક પહોંચતા તંત્રએ નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યુ હતુ.

નવસારી નજીક પૂર્ણા નદીમાં આવેલા પૂર 50 કલાક બાદ મંગળવારે બપોર બાદ ઓસરી ગયા હતા. જોકે ત્રણ દિવસ બાદ પુન: પૂર્ણા નદી પૂર તરફ આગળ વધી હતી. શુક્રવારે સવારે 9.30 કલાકે તો સપાટી 10 ફૂટે તળિયે જ હતી પરંતુ ત્યારબાદ નવસારીમાં વિરાવળ બ્રિજે સપાટીમાં ઝડપભેર વધારો થયો હતો. સવારે 10 વાગ્યે 13 ફૂટ બપોરે 2 કલાકે તો 19 ફૂટ (ભયજનક 23 ફૂટ) પહોંચતા જ તંત્ર એકશનમાં આવ્યું હતું. તાબડતોડ નવસારીના નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કરી દેવાયું હતું. સપાટી 4 કલાકે 21.50 ફૂટ વટાવતા વિરાવળ નજીક ગધેવાન કમેલા રોડથી પૂર્ણાના પાણી ઘૂસવા માંડ્યા હતા. સપાટી 5 કલાકે 22 ફૂટે પહોંચી હતી ત્યારબાદ સાંજે પોણા 7 વાગ્યા સુધી ખાસ વધી ન હતી.

આમ છતાં શહેરના કેટલાક નિચાણવાળા વિસ્તાર રેલરાહત કોલોની, ભેંસતખાડાનો પાછળનો ભાગ, રંગુનનગર, હિદાયતનગર, રીંગરોડ, કમેલારોડ વગેરે વિસ્તારોમાં પૂર્ણાના પાણી આવ્યાનું જાણવા મળ્યું હતું. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ 439 લોકોએ પોણા સાત વાગ્યા સુધીમાં સ્થળાંતરની તૈયારી કરી હતી. પાલિકાએ નિચાણવાળા વિસ્તારોમાં ફૂડપેકેટ વહેંચવા રસોડુ કાર્યરત કર્યું હતું.

અનેક શાળાઓએ બપોરે રજા આપી
બપોરના સમયે પૂર્ણાની સપાટી અચાનક વધતા અને નવસારીના નિચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરાતા નગરપાલિકા હાઈસ્કૂલ, ગોહિલ સ્કૂલ સહિતની અનેક શાળાઓએ બપોરે 2થી 3 વાગ્યે રજા આપી દીધી હતી. વાલીઓ શાળાઓએ બાળકોને લેવા પહોંચી ગયા હતા. 

સુબીર, વાલોડના વરસાદની અસર
નવસારી જિલ્લામાં જ્યાંથી પૂર્ણા નદી પસાર થાય છે ત્યાં તો છેલ્લા 24 કલાકમાં માંડ 1-1.5 ઈંચ વરસાદ હતો પરંતુ ઉત્તર ડાંગના સુબીર સહિતના વિસ્તારો તથા વાલોડમાં સારા વરસાદને કારણે પૂર્ણાની સપાટી શુક્રવારે નવસારીમાં વધી હતી.

મહારાષ્ટ્રના વરસાદથી પણ પૂર્ણાને અસર
સામાન્યત: પૂર્ણાની સપાટી વધતા ઉત્તર ડાંગના સુબીર સહિતના વિસ્તારો, મહુવા, વાલોડમાં ભારે વરસાદ પડતા તેની અસર હેઠળ સપાટી વધી હોવાનું જણાવાય છે. જોકે પૂર્ણાને મહારાષ્ટ્રના ગુજરાતને લાગુ સાકરી તાલુકાનો વરસાદ પણ અસર કરે છે અને સાકરી તાલુકામાં ગુરૂવારે સારે વરસાદ થયો હોવાનું નવસારીના કલેકટર ડો. એમ.ડી. મોડિયાએ જણાવ્યું હતું.

દૂધ, શાકભાજી ભેગુ કરવાનું શરૂ
બપોરે સપાટી 20 ફૂટે પહોંચતા જ શહેરના શાંતાદેવી રોડ સહિતના વિસ્તારોમાં પૂરના પાણી આવવાની શક્યતા ઉભી થઈ હતી. જેને લઈને નિચાણવાળા વિસ્તારોના લોકોએ દૂધ, શાકભાજી વગેરે એકઠુ કરવાનું શરૂ કરી દીધુ હતું. વાહનોને પણ સલામત સ્થળે મુકી દેવાયા હતા. જોકે કેટલાક મોડી સાંજે 8 કલાકે પણ 'વેઈટ એન્ડ વોચ'ની સ્થિતિમાં હતા.

પૂર્ણાની સપાટી 6 કલાકમાં 12 ફૂટ વધતાં નીચાણવાળા વિસ્તારોમાંથી 439 લોકોનું સ્થળાંતર

Share Your Views In Comments Below