નવસારીના દાંડીના દરિયા ખાતે સહેલગાહે આવેલા સુરત ઉનપાટીયા વિસ્તારમાં 6 યુવાનો પૈકી દરિયામાં નહાવા પડેલા બે જણાં દરિયાના પાણીમાં ગરક થયા હતા. જોકે દરિયાકાંઠે ફરજ પરના હાજર હોમગાર્ડે એકને બચાવી લીધો હતો. જ્યારે એક યુવાન પાણીમાં ગરક થતા મોડી સાંજ સુધી તેની શોધખોળ કરાઈ હતી પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. આ ઘટનાને પગલે દરિયામાં ગરક થનાર યુવાનના મિત્રો અને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સુરતના ઉન પાટીયા પાસે ખુર્શીદઆલમ ખાન તેના 3 પુત્રો અને એક પુત્રી સાથે રહે છે. તેમનો પરિવાર લિફ્ટ રીપેરિંગનું કામ કરતા હોય ઇદ નિમિતે રજા રાખી હતી. મંગળવારે તેમનો મોટો પુત્ર તેહજીબખાન ખુર્શીદઆલમ ખાન (ઉ.વ.26) ઘરેથી કોઈને કહ્યા વગર તેમના મિત્રો અતહર ફરહાન શેખ (ઉ.વ 23), જુનેદ ઇસતીયક ખાન (ઉ.વ. 20), બંટી ઇસ્માઇલ શેખ (ઉ.વ. 18), જયેશ ભગવાન કુમાવત અને સલમાન બાબુ ચૌધરી એમ 6 જણાં બે બાઈક પર દાંડી ખાતે સાંજના 5 વાગ્યાના અરસામાં આવ્યા હતા.

તેહજીબ ખાન અને જયેશ કુમાવત સહિત 5 મિત્રો પાણીમાં નહાવા પડ્યા હતા. અચાનક જયેશ અને તહેજીબ ખાન ઊંડા પાણીમાં ગરક થયા હતા. ગભરાયેલા અન્ય ત્રણ બહાર આવી ગયા હતા અને બૂમો પાડી હતી. તેમની બૂમો સાંભળી ફરજ બજાવતા હોમગાર્ડે આવીને દરિયામાં ઝંપલાવ્યું હતું.

હોમગાર્ડે બે પૈકી જયેશ કુમાવતને પકડીને બહાર કાઢ્યો હતો. જ્યારે તેહજીબ ખાન પાણીમાં ગરક થયો હતો. ઘટનાની જાણ મટવાડ ઓ.પી.ના હે.કો. રાજુ ગોરખને કરતા આવીને પાણી ગરક થયેલા તેહજીબની તરવૈયાઓની તપાસ હાથ ધરી હતી પરંતુ મોડી સાંજ સુધી તેનો પત્તો લાગ્યો ન હતો.

પાણીનો કરંટ વધુ હતો કે યુવાનનો હાથ છૂટી ગયો
સવા સાત વાગ્યાના અરસામાં ઓવારાની ઉત્તર દિશા તરફ બૂમાબૂમ સાંભળતા હું અને સાથી હોમગાર્ડ નીલ ટંડેલ તે તરફ દોડ્યા અને ત્યાં જઈ જોયું તો 2 યુવાનો પાણીમાં ઘસડાય રહ્યા હતા. અમે બંને જણાં વર્દી સાથે આ યુવાનોને બચાવવા પાણીમાં કૂદી પડ્યા અને બેમાંથી એક યુવાનને મહામહેનતે બહાર કાઢ્યા પરંતુ એક યુવાન કરંટ એટલો વધુ હતો કે મારા હાથમાંથી છૂટી ગયો હતો અને દરિયામાં ગરક થયો હતો. - ચંદ્રકાંત પટેલ, હોમગાર્ડ, દાંડી

દરિયામાં કલાયા પડેલા હોવાથી યુવાનો ફસાયા
બૂમ સાંભળી બચાવવાની કામગીરી દરમિયાન નીલ ટંડેલ નામનો હોમગાર્ડ પણ દરિયામાં ઘસડાય ગયો. જોકે અનુભવી હોવાથી તે હેમખેમ બહાર આવી ગયો હતો. જે જગ્યાએ યુવાનો દરિયામાં નહાવા પડ્યા હતા, તે જગ્યાએ કલાયા (ખાડા) હોવાથી યુવાનો તેમાં ફસાય ગયા હતા.

દાંડી આવેલા આવેલા મિત્રો
જુનેદ ઇસતીયક ખાન (20), બંટી ઇસ્માઇલ શેખ (18), જયેશ ભગવાન કુમાવત (20), સલમાન ચૌધરી (22), અતહર શેખ (23)

બચાવો બચાવોની બૂમ પાડતા હોમગાર્ડ બચાવવા દોડ્યા હતા
અમે સાંજે 3 વાગ્યે દાંડી જવા નીકળ્યા અને 5 વાગ્યે પહોંચી ગયા હતા. દાંડીના દરિયામાં હું નહાવા માટે ગયો ન હતો. મારા પાંચ મિત્રો દરિયામાં નહાવા ગયા. દરિયાના પાણીમાં બે મિત્રો ગરક થતા બચાવોની બૂમો પાડી હતી. જે સાંભળી હોમગાર્ડે જયેશને બચાવ્યો હતો પરંતુ તેહજીબનો પત્તો લાગ્યો ન હતો. - ફર્સ્ટ પર્સન અતહર શેખ

દાંડીના દરિયામાં નાહવા પડેલા સુરતના પાંચ પૈકી એક યુવક દરિયામાં ગરક થયો

Share Your Views In Comments Below