વિજલપોર ખાતે ગુરૂવારે બપોરના સમયે વિજલપોરની રેલવે કોલોની પાસે એક મહિલા બાળકને હાથમાં પકડીને જઈ રહી હોય લોકોએ જોતા આ મહિલા બાળક ચોરનારી ગેંગની સભ્ય હોઈ શકે માની તેને ઘેરી લઈને તેની પૂછપરછ કરી હતી. જોકે આ મહિલાના બોલવાના હોશ ન હોય સ્થાનિકોએ શંકાને આધારે મહિલાને માર મારીને પોલીસને જાણ કરી તેને સોંપી દીધી હતી.

હાલમાં મિડિયામાં બાળક ચોરનારી ગેંગ આવી હોવાના મેસેજ વાયરલ થયા છે અને બાળકો ચોરાઈ જાય તેવા ફોટા અને વિડિયો પણ અવારનવાર વાયરલ થતા રહ્યા છે. નવસારીના વિજલપોર ખાતે ગુરૂવારે બપોરના 3.30ના સુમારે એક મહિલા આંગણવાડીમાંથી એક બાળકનો હાથ પકડીને તેને સાથે લઈ જઈ રહ્યાની વાત જણાતા તે બાળ‌ક ચોરનારી ગેંગની મહિલા હોય શકે એવું માની વિઠ્ઠલ મંદિર પાસે લોક ટોળું ભેગું થયું હતું અને તેને અટકાવી તેની પૂછપરછ કરી હતી.

આ મહિલાથી બોલી ન શકતા સ્થાનિક મહિલાઓનો ગુસ્સો આ અજાણી મહિલા ઉપર ઉતર્યો હતો. તેને મહિલાઓએ માર માર્યો હતો. આ ઘટના વાયરલ થતા લોકો વિજલપોર ખાતે આવેલા વિઠ્ઠલ મંદિર પાસે એકત્ર થયા હતા. લોકોમાંથી કોઈએ પોલીસને ફોન કરી આ ઘટનાની જાણ કરી હતી. જેથી પોલીસે આવીને આ અજાણી મહિલાની અટક કરી હતી અને તેને વિજલપોર ખાતે પોલીસ મથકે લઈ ગયા હતા.

પોલીસે આ મહિલા વિરૂદ્ધ દારૂ પીધેલ હોય તેનો પ્રોહિબિશનનો કેસ કર્યો હોવાની માહિતી મળી હતી. જો કે નવસારીમાં વિજલપોરમાં બાળક ચોરનારી મહિલાને લોકોએ પકડી હોવાની માત્ર અફવા જ નીકળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આ ઘટના દરમિયાન મહિલાને માર મરાતા અનેક તર્કવિતર્ક પણ શરૂ થયા હતા.

પોતાની બાળકીને મહિલા લઇ જતા વાલીએ જોયું
મળતી માહિતી મુજબ વિઠ્ઠલ મંદિરની પાછળ રહેતા મરાઠી પરિવાર બાળકીને લેવા આંગણવાડીમાં પહોંચ્યા હતા ત્યારે કોઈ મહિલા આ દંપતીની બાળકીનો હાથ પકડીને જઈ રહી હતી. જેથી મરાઠી દંપતીએ મહિલાને પકડી હતી. ત્યારબાદ લોકટોળું એકત્ર થઇ ગયુ હતુ.

મહિલાને જાહેરમાં વસ્ત્ર ઉતારવા જણાવ્યું!
સોશ્યલ મિડિયામાં સ્ત્રીના વેશમાં બાળક ચોરનારા આવતા હોય તેની લોકોને ખબર હોવાથી વિજલપોરના કેટલાક લોકોએ આ મહિલાને જાહેરમાં વસ્ત્ર ઉતારવા જણાવ્યું હતું. જેને પગલે કેટલાક લોકો વિમાસણમાં મુકાયા હતા પરંતુ મહિલા હોવાની ખાતરી થતા મહિલાની આબરુ પણ જળવાય રહી હતી.

બાળક ચોરનાર મહિલા ઝડપાઈ એ માત્ર અફવા છે
વિજલપોરમાં બાળક ચોરનાર મહિલા ઝડપાઈ એ માત્ર અફવા છે. બાળક ચોરનારા લોકો દારૂ પીને ન આવે, એ તો બાળકને લઈને તુરંત જ ફરાર થઇ જતા હોય, આ માત્ર અફવા જ છે. આ મહિલા ચાર કલાક બાદ પોતાનું નામ જણાવી શકતી ન હોય તેની વિરૂદ્ધ દારૂ પીધેલાનો કેસ કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. - એસ.ડી.સાલુંકે, પીએસઆઈ, વિજલપોર

બાળક ચોરવા આવી હોવાની શંકા રાખી ટોળાએ મહિલાને ફટકારી, પ્રોહિબિશનનો ગુનો દાખલ

Share Your Views In Comments Below