નવસારીમાં રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ વેળા શુક્રવારે બબાલ થઈ હતી. પાલિકાએ રસ્તા પરથી પકડેલા
ચાર ઢોરને એક પશુપાલક દાતરડા સાથે દાદાગીરી કરી જાહેર રસ્તા પરથી છોડાવી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

નવસારી શહેરમાં છેલ્લા ઘણાં સમયથી રખડતા ઢોરોન સમસ્યા વકરી હતી. જેને લઈ હાલમાં પાલિકાએ માર્ગો ઉપર તથા માર્ગ નજીક રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામગીરી શરૂ કરી છે. આ કામગીરી અંતર્ગત શુક્રવારે પણ પાલિકાના માયનોર શાખાના માણસો વાહનો લઈ રખડતા ઢોરને પકડવા ગયા હતા.

પાલિકા કર્મીઓએ પ્રથમ ચાંદનીચોક નજીકથી ત્રણ આખલા અને બે ગાય પકડી વાહનમાં દોરડાથી બાંધ્યા હતા ત્યારબાદ સાંઢકૂવા ચોકી નજીક અશોકા ટાવર પાસે કચરાપેટી નજીકના રોડ પરથી ત્રણ ગાય અને એક વાછરડુને પકડી ટ્રેલરમાં દોરડા વડે બાંધ્યા હતા. આ વખતે અચાનક જ બીજલ ભરવાડ 'દાઢી' નામનો વ્યક્તિ અચાનક જ પોતાના વાહન ઉપર દાતરડુ લઈ ત્યાં સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને પાલિકા કર્મીઓ સાથે બબાલ કરી હતી ત્યારબાદ જે ટ્રેલરમાં ઢોર બાંધેલા હતા, તેમાંથી ત્રણ ગાય અને એક વાછરડાનું દોરડુ દાતરડા વડે કાપી છોડાવી દીધા હતા.

પાલિકાકર્મીઓના જણાવ્યા મુજબ બીજલ ભરવાડે દાદાગીરી કરી જાનથી મારી નાંખવાની ધમકી પણ પાલિકા કર્મીઓને આપી હતી. આ સમગ્ર ઘટના જાહેર રોડ ઉપર બની હતી અને ઘણાં વાહનચાલકો બીજલની દાદાગીરીને જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાની નવસારી ટાઉન પોલીસ મથકમાં બીજલ ભરવાડ વિરૂદ્ધ પાલિકા કર્મચારી ઈશ્વર લલ્લુભાઈ રાઠોડે ફરિયાદ આપી છે.

સમસ્યા ઉકેલવા કડક દિશાસૂચનો
માર્ગો ઉપર રખડતા ઢોરથી પેદા થતી મુશ્કેલી, લોકોના જીવને પણ જોખમ હોવાને કારણે આ મુદ્દે સરકારે કડક દિશાસૂચનો પાલિકાને જારી કર્યા છે. પશુપાલક વિરૂદ્ધ એફઆઈઆર કરવા પણ જણાવ્યું છે. જોકે નવસારીમાં એક યા બીજા કારણે રખડતા ઢોરની સમસ્યા હલ કરી શકાઈ નથી.

ચારેક વર્ષ અગાઉ પણ બબાલ થઈ હતી
ઢોર પકડતી વેળા નવસારીમાં પ્રથમ વખત જ બબાલ થઈ નથી. ચારેક વર્ષ અગાઉ પણ થઈ હતી. તે વખતે લુન્સીકૂઈ વિસ્તાર નજીક પાલિકાકર્મી ઢોર પકડતા હતા ત્યારે ઢોરને પકડવાની રીતરસમને લઈ એક-બે શખ્સે બબાલ કરી હતી, જેનાથી પાલિકાકર્મીઓ ભયભીત થયા હતા અને તે વખતે બે-ચાર દિવસ ઢોર પકડવાની કામગીરી પણ મુલતવી રાખી હતી.

પુન: કામગીરી શરૂ કરી ત્યાં બબાલ
નવસારી પલિકાએ તાજેતરમાં ઢોર પકડવાની ઝૂંબેશ અંતર્ગત જન્માષ્ટમી પહેલા 92 ઢોર પકડી ડબ્બે કર્યા હતા. જોકે જન્માષ્ટમી પર્વ અંતર્ગત ખડસુપા પાંજરાપોળની સૂચના અંતર્ગત ચાર-પાંચ દિવસ ઢોર પકડ્યા ન હતા. શુક્રવારે પુન: ઢોર પકડવાની શરૂ કરી ત્યાં જ બબાલ થઈ હતી.

દાદાગીરી કરીને ઢોર છોડાવી ગયો
નવસારી પાલિકાના કર્મી ઢોર પકડતા હતા ત્યારે એક શખ્સે દાદાગીરી કરી ઢોર છોડાવી દીધા હતા. આ બાબતની પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. - દશરથસિંહ ગોહિલ, સીઓ, નવસારી પાલિકા

નવસારીમાં પાલિકાએ રખડતા ઢોર પકડતાં બબાલ પશુધારક દાતરડાની અણીએ ઢોર છોડાવી ગયો

Share Your Views In Comments Below