2 August 2019

નવસારી રેલવે સ્ટેશને આરઓ વોટરના નામે પેસેન્જરોને ગંદુ પાણી પીવડાવનાર હાઇટેક કંપની વિરુદ્ધ તપાસના આદેશ


રેલવે કોર્ટના ન્યાયાધીશ અને કોમર્શિયલ વિભાગના અધિકારીઓના સંયુકત ઇન્સ્પેકશન દરમ્યાન ગુરુવારે નવસારી રેલવે સ્ટેશને આરટીઓ વોટર ફિલ્ટર મશીન તથા ટેન્કની તપાસ કરવામાં આવતા પેસેન્જરોને પાણી ફિલ્ટર કર્યા વિના ગંદુ પાણી પીવડાવવામાં આવતું હોવાની વિગત બહાર આવતા કંપની વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આઇઆરસીટીસી દ્વારા આરઓ વોટર ફિલ્ટર માટે હાઇટેક કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. આ કંપની પાણીની ટાંકીની નિયમિત સફાઇ કરતી નથી અને ગંદુ પાણી પેસેન્જરોને આપે છે તેવી ફરિયાદને પગલે રેલવે મેજીસ્ટ્રેટ અને ડે. એસ. એસ. કોમર્શિયલ (નવસારી સ્ટેશન) દ્વારા પાણીની સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

તપાસ દરમ્યાન પાણીની ટાંકીના ફોટો ગ્રાફ પણ લેવામાં આવ્યા હતા તથા ટાંકીની સફાઇ છેલ્લે કયારે કરાઇ છે તેવી પૂછપરછ પાણીની સ્ટોલના કર્મી પાસે કરાઇ હતી.

નવસારી રેલવે સ્ટેશને ખુદાબક્ષ પેસેન્જરો સહિત ૭૦ પકડાયા
ટિકિટ વિના મુસાફરી કરતા તથા અોવર લગેજ સાથે મુસાફરી કરતા પેસેન્જરોને પકડવાની ઝુંબેશ ચાલી રહી છે. ગુરુવારે નવસારી રેલવે સ્ટેશને ખુદાબક્ષ પેસેન્જર સહિત જુદા જુદા ગુનાઅોમાં ૭૦ કેસ નોધી કુલ ૫૧૦૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. જેમાં ટિકિટ વિના પ્રવાસ કરનાર પેસેન્જર, માન્ય વજનના લગેજથી ïવધુથી સામાન લઇ જનાર પેસેન્જર, જનરલ ટિકિટ લઇ રીઝર્વેશન કોચમાં મુસાફરી કરનાર પેસેન્જર અને દિવ્યાંગ તથા મહિલા કોચમાં પેસેન્જરની અટકાયત કરી પગલા ભરવામાં આવ્યા હતા. ૨૬ જેટલા પ્રવાસી ટિકિટ વિના પકડાયા હતા. તેમની પાસેથી ૧૧૦૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો.

રેલવે બોર્ડના ટ્રાફિક મેમ્બર દ્વારા મુંબઇથી દિલ્હી સુધીના ટ્રેકનું ઇન્સ્પેકશન હાથ ધરાયુ
રેલવે બોર્ડના ટ્રાફિક વિભાગના મેમ્બર દ્વારા ગુરુવારે સવારે મુંબઇથી દિલ્હી સુધીના રેલવે ટ્રેકનું ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું. મુંબઇથી સુરત સુધીના ટ્રેક ઇન્સ્પકેશનમાં મુંબઇ ડિવિઝનના એડીઆરએમ ખુશાલસિંહ અને ડીઓએમ સુહાની મિશ્રા પણ જાડાયા હતા. ટ્રાફિક મેમ્બરના ઇન્સ્પકેશનને લઇને મુંબઇથી વડોદરા સુધીના ઇન્સ્પેકશનને લઇને અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. ખાસ કરીને સુરત રેલવે સ્ટેશન પર પણ સફાઇ સહિતના કામને આખરી ઓપ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ ગુરુવારે સવારે રેલવે બોર્ડના ટ્રાફિક વિભાગના મેમ્બર ખાસ કરીને રેલવે ટ્રેકનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યા હોવાથી તે અધિકારી સુરત રેલવે સ્ટેશન પર ઉતર્યા ન હતા. ટ્રાફિક વિભાગના મેમ્બરની સાથે મુંબઇ ડિવિઝનના ડીઆરએમ ખુશાલસિંહ તથા ડીઓએમ સુહાની મિશ્રા સહિતના અધિકારીઓ જાડાયા હતા. આ અધિકારીઓ મુંબઇથી સુરત સ્ટેશન સુધી સાથે રહ્ના હતા. ત્યારબાદ વડોદરા ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ પણ સુરતથી વડોદરા સુધી ટ્રેક ઇન્સ્પેકશનમાં જાડાયા હતા.