નવસારી શહેરની પશ્ચિમે હીરા મેન્સન વિસ્તારમાં રાત્રે બે દુકાનોના શટર તોડી તસ્કરો 47 હજારની રોકડ, માલમત્તા ચોરી ગયા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર નવસારી શહેરના પશ્ચિમે હીરામેન્સન વિસ્તારમાં એવરગ્રીન જનરલ સ્ટોર અને લક્ષ્મી સુપર સ્ટોર નામની દુકાન આવેલી છે.

સોમવારે એવરગ્રીન સ્ટોરના મલિક ઇબ્રાહિમ સૈયદ પોતાની દુકાન રાત્રે 9 વાગ્યાના અરસામાં બંધ કરીને ઘરે ગયા હતા. સવારે 7 વાગ્યે તેઓ ચાલવા નીકળ્યા ત્યારે તેમની દુકાનનું શટર તૂટ્યાની જાણ થઈ હતી. ઇબ્રાહિમભાઈએ આવીને જોયું તો એક બાજુ શટર નું તાળું તૂટેલું તથા બીજી બાજુ શટર તૂટેલુ હતું. દુકાનમાં તપાસ કરતા અંદાજે 20 હજારની રોકડ ગાયબ હતી, જે રાત્રે તસ્કરો ચોરી ગયા હતા.

એવરગ્રીન ઉપરાંત તેની બાજુમાં આવેલા લક્ષ્મી સુપર સ્ટોરમાં પણ તસ્કરો પ્રવેશી ગયા હતા. આ દુકાનના મલિક ડાહ્યારામ નેનારામ ચૌધરી આજે મંગળવારે સવારે દુકાન ખોલવા ગયા ત્યારે શટરના તાળા તૂટેલા હતા.

દુકાનમાં જઈ તપાસ કરી તો 25 હજાર રૂપિયાની રોકડ ગાયબ હતી આ ઉપરાંત દુકાનમાં રાખેલા અંદાજે 2200 રૂપિયાના કાજુ બદામ વગેરે પણ ન હતા. આમ દુકાનમાંથી 27 હજારની મતા ચોરાઈ હતી. હીરામેન્સન વિસ્તારની બંને દુકાનોમાંથી કુલ 47 હજારની રોકડ સહિતની મત્તા ચોરાઈ હતી.

રાત્રે 1થી 3માં ચોરી થવાની શક્યતા વધુ
સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જ્યાં ચોરી થઈ એ વિસ્તાર રાત્રે 1 વાગ્યા સુધી તો લોકોની અવરજવરથી ધમધમતો રહે છે. બીજું કે નજીક એક ચાની લારી પણ 3 વાગ્યે શરૂ થઈ જાય છે, જેથી તસ્કરો રાત્રે 1થી 3 વાગ્યા સુધીમાં જ ચોરી કરવા આવ્યાની શકયતા વધુ છે.

નવસારીના સ્ટેશન વિસ્તારની બે દુકાનમાં ચોરી

Share Your Views In Comments Below