સરકારના એક પરિપત્રથી પ્રાથમિક શાળાઓમાં જાદુ બતાવનારા નાના જાદુગરો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારે પ્રાથમિક શાળાઓમાં જાદુના ખેલ બતાવવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.

ખાનગી, સરકારી શાળાઓમાં આચાર્યોની પરવાનગીથી જાદુગરો જાદુના ખેલ બતાવતા આવ્યા છે, જોકે હવે સરકારે તેમની કમાણી બંધ થાય એવો નિર્ણય લીધો છે. 23મી ઓગસ્ટના પરિપત્ર દ્વારા ખાનગી, સરકારી શાળાઓમાં જાદુના કાર્યક્રમો અટકાવવા પ્રાથમિક શિક્ષણાધિકારીને આદેશ કર્યો છે. સરકારના પરિપત્રથી નાના જાદુગરો મુશ્કેલીમાં મુકાયા છે. મુશ્કેલીને વાચા આપવા દ. ગુ.ના 50 જાદુગરોએ 29મીએ પરિપત્રનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. 29મીએ ઉન સાંઈ મંદિર ખાતે જાદુનુ પ્રદર્શન કરશે અને ત્યારબાદ કલેકટરને આવેદનપત્ર આપવાનો નિર્ણય કર્યો છે.

જાદુ દ્વારા રચનાત્મક સંદેશા પહોંચાડ્યા
અમે જાદુના પ્રયોગો દ્વારા શાળા-કોલેજોમાં રચનાત્મક સંદેશા પણ પહોંચાડ્યા છે. પર્યાવરણ બચાવો, જળ બચાવો વગેરે સંદેશા પહોંચાડ્યા છે. અમે શાળામાં જાદુ ન બતાવવાના સરકારના નિર્ણયનો વિરોધ કરીએ છીએ. - પ્રવિણભાઈ 'જૂ. બાબલા', નવસારી

ટીપીઓને જાણ કરી દેવામાં આવી છે
અમે તો જાદુની મંજૂરી આપતા જ ન હતા. સરકારનો શાળામાં જાદુ બંધ કરવાનો પરિપત્ર મળ્યો છે અને તે અંતર્ગત પરિપત્રના પાલન માટે ટી.પી.ઓ.ને જાણ કરી દેવાઈ છે. - એ.એસ. પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી, નવસારી જિલ્લા

રાજ્યમાં જાદુની કલા 'લુપ્ત' થશે
અમે આચાર્યની પરવાનગી લઈ જાદુ બતાવીએ છીએ. સાધારણ ચાર્જ લઈએ છીએ યા કેટલીય વખત તો ઘણાં વિદ્યાર્થી પાસે નાણાં લેતા પણ નથી. સરકારના પરિપત્રથી અમારી રોજી તો છીનવાશે, સાથે રાજ્યમાં જાદુની કલા 'લુપ્ત' થશે અને બાળકો આ કલા માણવાથી વંચિત રહેશે. - કલ્પેશ મકવાણા, જાદુગર, ચીખલી

નવસારી જિલ્લાની પ્રાથમિક શાળામાં હવે જાદુના ખેલ નહીં બતાવી શકાય

Share Your Views In Comments Below