નવસારી નગરપાલિકાએ ત્રણ વર્ષ પહેલા પશ્ચિમ ઝોનમાં બે લાખની વસતિ ધરાવતી નગરપાલિકામાં સ્વચ્છતાનો અવોર્ડ મેળવ્યો હતો. આજ પાલિકાની પાછળ શાકમાર્કેટમાં રામજી મંદિર પાસે ખુલ્લી જગ્યામાં શાકભાજીનો કચરો નાંખવાને લીધે અને ત્યાં વરસાદી પાણી ભરાઈ જતા ગંદકીભર્યો માહોલ સર્જાયો છે.

નવસારી પાલિકા દ્વારા વર્ષ 2014થી વડાપ્રધાનનાં સ્વચ્છતા અભિયાન ચલાવાઈ રહ્યું છે અને સફાઈને લગતા કાર્યક્રમો કરીને સફાઈ અંગે માહિતગાર કર્યા છે. લોકોને પણ સફાઈ કરવા માટે જણાવતા લોકોએ પણ સ્વૈચ્છિક રીતે પોતાની શેરી-મહોલ્લામાં સફાઈ કરી હતી. આખા શહેરને સફાઈના પાઠ ભણાવનાર નગરપાલિકાનાં અધિકારીઓ તેમની કચેરીની પાછળ શાક માર્કેટમાં રામજી મંદિર પાસે રસ્તાની બાજુમાં વેપારીઓ બચેલા શાકભાજી નાંખી જાય છે, જેથી અહી ગંદકી થાય છે.

વરસાદને કારણે પાણી ભરાઈ જતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. અહીં સવાર અને સાંજે શહેરના લોકો શાકભાજી ખરીદવા આવે છે ત્યારે આ ગંદકીની બાજુમાં કેટલાક શાકભાજીવાળા બેઠા હોય છે અને આ ગંદકીને કારણે માખી-મચ્છરોના કારણે રોગચાળો થવાની આશંકા વર્તાઈ રહી છે.

શાકમાર્કેટમાં તુરંત સફાઈ કરાવીશું
શાકમાર્કેટમાં જે જગ્યાએ ગંદકી થાય છે એ જગ્યાએ તુરંત સફાઈ કરાવી દઈશું અને જે તે શાકભાજીનાં વેપારીઓને ગંદકી ન કરવા સૂચના આપવામાં આવશે. - કાંતુભાઈ પટેલ, પ્રમુખ, નવસારી નગરપાલિકા

સ્વચ્છતાની અપીલ કરનાર નવસારી નગરપાલિકાની શાકમાર્કેટમાં ગંદકી

Share Your Views In Comments Below