નવસારી શહેર નાં રાજમાર્ગો રાજમાર્ગો બનાવવા પાછળ કરોડોનો ખર્ચ કરાયો હોવા છતાં વરસાદને લીધે ધોવાતાં લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પાલિકાના સતાધીશો આ દિશામાં દેખાવા પુરતી જ કામગીરી કરતા હોવાનું જણાઈ રહ્યું છે. પુરતું ધ્યાન નહીં અપાતા આજે રાજમાર્ગો ઉપર ઠેર ઠેર મસમોટા ખાડા પડતા લોકો પારાવાર હાલાકિ વેઠી રહ્યા છે. પાલિકાના વિપક્ષે પણ અગાઉ આ બાબતે આવેદનપત્ર આપી યોગ્ય કામગીરી કરવા માંગ કરી હતી. આમ છતાં આ અંગે સત્તાધીશોએ રસ નહી દાખવતા શહેરીજનોમાં આક્રોશ વ્યાપી ગયો છે.

નવસારી નગરમાં છેલ્લા 4 વર્ષમાં 11 કરોડથી વધુની રકમનાં રસ્તાનાં કામો થયા છે. આ રસ્તા ની હાલત ચોમાસામાં દયનીય થઇ જાય છે. જેમાં હાલની વાત કરીએ તો ઝવેરી સડક રોડ, દરગાહ રોડ, જલાલપોર, તરોટા બજાર, દાંડીવાડ, દરગાહ રોડ, દશેરા ટેકરીના કેટલાક રસ્તાઓ એટલા બિસમાર બન્યા છે કે રસ્તા ઉપર વાહન ચલાવવા માટે સારા રસ્તા શોધવા પડે તેવી હાલત થઇ છે.

જેમાં કેટલાક રસ્તાઓ બન્યાને માત્ર બે કે ત્રણ માસ થયા છે. વાહનચાલકોની ખરાબ હાલત થઇ છે. અન્ય વાહન ચાલકોમાં આવા રસ્તાઓ પર પસાર થવું એક સમસ્યા બની છે,રસ્તાઓ બિસમાર થતા નવસારી નગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાછે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ રસ્તા બાબતે આવેદનપત્ર આપી અગાઉ રજુઆત કરી અને પેચવર્ક કરાવવા માંગ કરી એ પછી કામગીરી માત્ર એક દિવસ થઇ અને બીજા દિવસથી વરસાદ પડતા કામગીરી બધ થઇ ગઈ હતી.

જોકે હાલમાં નવસારી શહેરમાં રસ્તાઓની હાલત જોવા જઈએ તો સામાન્ય લોકો પણ નગરપાલિકાની નબળી કામગીરીને વખોડી રહ્યા છે. 4 વર્ષમાં કરોડોનું આંધણ પછી રસ્તા નહીં સુધારતા અનેક સવાલો ઉભા થયા છે.

ઝવેરી સડક પરથી પસાર થવું અઘરું
ઝવેરી સડક વિસ્તારના રોડ પરથી પસાર થવું ખૂબ અઘરું છે. રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા તે શોધવા મુશ્કેલ છે. આ રસ્તા પર આવવાથી રિક્ષાના ટાયર પણ ઘસાઈ ગયા છે. પેસેન્જરો રિક્ષામાં બેસતા નથી. મુસાફરો રિક્ષામા બેસતા જ હાલકડોલક થતા રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. - અલતાફ શેખ, રિક્ષાચાલક નવસારી

ક્યા ક્યા રાજમાર્ગો બિસમાર
નવસારીના ટાવરથી લાયબ્રેરી, ટાટા હાઈસ્કૂલથી ઝવેરી સડક જુનાથાણા, કાગદીવાડથી છાપરા રોડ તરફ જતા રોડ, ગોલવાડથી તરોટા બજાર ચાર રસ્તા પાસે, આશાનગરથી સાંઢકૂવા જતો રોડ, જલાલપોરથી રામ મંદિર તરફ જવાનો રોડ, સેન્ટ્રલ બેંકથી લાયબ્રેરી રોડ બિસમાર બન્યા છે.

મે માસમાં રસ્તાનું કામ પૂરું થયું અને બે માસમાં રસ્તા બિસમાર
નવસારી નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ માં રૂ. 3.50 કરોડ નાં રસ્તાઓ નું કામ થયું છે. જેમાં મે માસમાં રસ્તાઓનું કામ પૂરું થયું અને ચોમાસાનાં પહેલા માસમાં જ આ રસ્તા બિસમાર બન્યા છે. 4 વર્ષ માં અંદાજે 11 કરોડના રસ્તા બન્યા છે અને આજે રસ્તાની હાલત બિસમાર બની છે. - પ્રભા નરેશ વલસાડીયા, નગરસેવક, કોંગ્રેસી, નવસારી

પહેલીવાર આશાનગરના રસ્તા પણ તૂટ્યા
નવસારી નગરના રસ્તા તૂટ્યા છે તે ખરેખર ખરાબ વાત કહી શકાય.પહેલી વાર મારા વિસ્તાર આશા નગરનાં રસ્તા પણ બિસ્માર બન્યા છે. હાલના રસ્તાની હાલત જોઈને અમે ચીફ ઓફિસરને ડામર પ્લાન્ટમાંથી રસ્તાનું પેચવર્ક તાત્કાલિક ધોરણે કરાવવા જણાવ્યું હતું. બે વર્ષ પહેલા સુરતથી ડામર પ્લાન્ટમાંથી ડામરનો પેચ વર્ક માટે ઉપયોગ કર્યો હતો તેમ કરી શકાય છે તેમ ચીફ ઓફિસરને સુચન પણ કર્યું છે. - જીગીશ શાહ, નગરસેવક, ભાજપ, નવસારી

નવસારી શહેરનાં રાજમાર્ગો ખાડાઓમાં ગરક

Share Your Views In Comments Below