નવસારી શહેરમાં અન્ય ડેપોમાંથી આવતી બસ ચાલકો દ્વારા અધવચ્ચે બસ ઉભી રાખીને મુસાફરો લેવાને કારણે ટ્રાફિક વિભાગને અસર થતી હોય છે. તેને પગલે નવસારી ટ્રાફિક વિભાગ દ્વારા હવે પછી નવસારી શહેરમાં પ્રવેશ સમયે અધવચ્ચે બસ ઉભી ન રાખવા નવસારી ડેપો મેનેજરને તાકીદ કરી હતી. આ સુચનાનો અમલ બસ ચાલકોને કરવા પણ તાકીદ કરાઈ હતી.

ગુજરાતમાં એસટી વિભાગ ખોટ ખાતા એક નવું સૂત્ર અપનાવ્યું હતું કે હાથ ઉંચો કરો અને બસમાં બેસો પણ આ સૂત્ર એ એસટી વિભાગને ખોટમાંથી બહાર કાઢ્યું હતું. હવે નવસારી શહેરમાં આ સૂત્ર ભૂતકાળ થશે તેવું લાગી રહ્યું છે. જેમાં નવસારી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને લઈને ઘણી સમસ્યા સર્જાઈ રહી છે, જેને પગલે ટ્રાફિક વિભાગ ઘણું સક્રિય બન્યું છે.

હાલમાં નવસારી બહારનાં ડેપોની બસના ચાલક દ્વારા ગ્રીડ અહિંસાદ્વાર પાસે રોડની વચ્ચે ઉભી રાખીને મુસાફરોને લેવાની કામગીરી કરતી વેળાએ ટ્રાફિક જામ થયો હતો. તેને પગલે કોઈએ ટ્રાફિક વિભાગને જાણ કરી હતી. આ બાબત ધ્યાને આવતા ટ્રાફિક વિભાગ દ્વારા નવસારી ડેપો મેનેજરને એક પત્ર લખી તાકીદ કરાઈ હતી.

ગત 5મી સપ્ટેમ્બરે ગ્રીડ અહિંસા દ્વાર ખાતે બારડોલી ડેપોના બસના ચાલક દ્વારા રોડની વચ્ચે બસ ઉભી રાખીને પેસેન્જરની લેતા હતા તેમજ સબજેલ, જુનાથાણા, કાલીયાવાડી, કલેકટર કચેરી સામે, વિરાવળ નાકા જેવા બસ સ્ટેન્ડ ઉપર ખોટી રીતે ઉભી રાખી પેસેન્જરના જીવને જોખમ રહેલું હોય તે બાબતે ડેપોના બસચાલકોને સમજ આપવા જણાવ્યું હતું.

સૂચનાનો અમલ ન થશે તો મેમો આપીશું
અમે 6ઠ્ઠી સપ્ટેમ્બરે ડેપો મેનેજરને લેખિત માં જાણ કરી છે. અમે જોયું છે કે બસ ઉભી રહેતા બસની પાછળ ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉભી થાય છે. મુસાફરો અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોની સુરક્ષા માટે આ તાકીદ કરાઈ છે. જો ડેપોના મેનેજર દ્વારા બસ ચાલકોને સમજણ ન અપાય અને યોગ્ય કાર્યવાહી ન થાય તો મેમો આપવાની કાર્યવાહી કરીશું. - આર.આર.રાઓલજી, પીએસઆઈ, ટ્રાફિક વિભાગ નવસારી.

નવસારી ડેપોને ટ્રાફિક વિભાગની તાકીદ, મુસાફરોને અધવચ્ચે ન લેવા

Share Your Views In Comments Below