એક બાજુ ઓનલાઈન શોપિંગનું લોકોને ઘેલું લાગ્યું છે ત્યારે કેટલાક લોકો આવી ઓએલએક્સ પર શોપિંગ વેબસાઈટનો ઉપયોગ કરીને લોકોને છેતરવાનું શરુ કર્યું હોય તેવો કિસ્સો નવસારીમાં બન્યો હતો. નવસારીનાં દશેરા ટેકરીનાં યુવાને એક વેબસાઈટ પર વેચવા મુકેલ બુલેટ ખરીદવા જતા રૂ.23 હજાર જેવી રકમ ગુમાવતા નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

નવસારીનાં દશેરા ટેકરી ખાતે રહેતા વિઠ્ઠલકાન્ત નાયકા નવસારી ટાઉન પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમણે ચીજવસ્તુઓનાં ખરીદ વેચાણ કરતી સાઇટ પર બુલેટ વેચાણ માટે મુકેલી જોઈ હતી. જેથી તેમણે પૂછપરછ કરતા રૂ. 80000માં ખરીદવા માટે સંપર્ક કર્યો હતો.

બુલેટનાં માલિકે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પેટે રૂ. 5000 ઓનલાઈન ભરવા જણાવ્યું હતું. આ રકમ વિઠ્ઠલકાંતે ભરી દીધી હતી. બાદમાં બુલેટ માલિકે જણાવ્યું કે બીજા દિવસે તમને બુલેટની ડીલીવરી મળી જશે. બીજા દિવસે ફોન આવ્યો કે ગાડીનો કુલ વીમો રૂ.18 હજાર જેટલા ભરવાનાં છે તે પણ તેમણે તુરંત ઓનલાઈન ભરી દીધા હતા.

બાદમાં બુલેટ માલિકે અન્ય ચાર્જ પેટે રૂ. 38999 ભરવા પડશે તેમ જણાવતા વિઠ્ઠલકાન્તે બુલેટ મળશે ત્યારે બાકીના પૈસા મળી જશે એમ બુલેટ વેચનારને જણાવ્યું હતું. બુલેટ વેચનારે જણાવ્યું કે પહેલા પૈસા ઓનલાઈન ભરો ત્યારબાદ જ બુલેટ મળશે. જેથી વિઠ્ઠલકાન્તને શંકા જતા તેમણે ફોન કર્યો હતો ત્યારે બુલેટ વેચનારે જણાવ્યું હું આર્મી મેન છું તેમ કહીને તેને ધમકાવ્યો હતો. જેથી નવસારી પોલીસ મથકે આ કહેવાતા ઇસમ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

OLX પર બુલેટ મૂકી નવસારીના યુવક પાસે 23 હજાર પડાવી લેવાયા

Share Your Views In Comments Below