તાજેતરમાં અંકલેશ્વર અને અન્ય જિલ્લામાં ગણપતિ બાપાની પ્રતિમા લાવતી વેળાએ મૂર્તિની ઊંચાઈ વધુ હોય અને યુવાનો દ્વારા વીજતારને ખસેડવા જતાં કેટલાક યુવાનોના જીવ ગયા હતા અને અમુકને ઈજા થઈ હતી.

આવા બનાવો નવસારીમાં ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે નવસારી DGVCL દ્વારા નવસારીના 70થી વધુ ગણેશ મંડળોને નોટિસ આ મંડળના મંડપ વીજપોલની બાજુમાં, મંડપ વીજતાર નજીક પહોંચી જાય છે તેવા અને જે મંડળમાં મૂર્તિની ઉંચાઇ વધુ હોવાનું જણાતા અકસ્માત ન થાય તે માટે તાકીદ કરી છે.

તાજેતરમાં શ્રીજીની પ્રતિમા લાવતી વેળા નડતા વીજતારોને ખસેડવા જતા યુવાનોને કરંટ લાગવાના જીવલેણ અકસ્માતો થયા હતા. આ બાબતે નવસારીમાં વીજતારની છેડછાડ ન કરવાની અપીલ સાથે નવસારીના ગણેશ મંડળોને નોટિસ આપી હતી. નોટિસમાં જણાવ્યું હતું કે તેમના મંડપ વીજપોલની બાજુમાં ન બનાવે, વીજપોલથી ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ ઓછી હોવી જોઈએ, વીજ પોલની બાજુમાં ન જાય અને અકસ્માત ન થાય તે માટે સુરક્ષિત અંતર જાળવવું આવી તાકીદ સાથે નોટિસ આપીને નવસારી DGVCL કંપનીના અધિકારીઓએ નાગરિકોની સલામતી માટે પગલાં ભર્યા છે.

ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તે માટે જરૂરી સાવધાની રાખવાની સુચના આપી હતી. જોકે નવસારીમાં કેટલાક ગણેશ મંડળો દ્વારા પ્રતિમાની ઊંચાઈ વધુ રાખવામાં આવી છે અને તેને કારણે તકલીફ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેના વિસર્જન માટે જ્યાંથી વીજતાર ન નડે તેવા સ્થળોએથી રૂટ નક્કી કરે તેવી સ્પષ્ટ સૂચના આપી છે.

વીજતાર નડતરરૂપ હતા ત્યાં ખસેડવામાં આવ્યા છે
નવસારીમાં પણ અંકલેશ્વર જેવી ઘટનાનું નિર્માણ ન થાય તે માટે નવસારી DGVCL જાગૃત બની છે. દર વરસે નોટીસ આપીએ છીએ પણ આ વર્ષે ગંભીરતા દાખવી અમે પણ પૂરતી તૈયારી કરી છે. જ્યાં વીજતાર નડતરરૂપ હતા ત્યાં ખસેડવામાં આવ્યા છે. ગણેશ વિસર્જનને દિવસે થોડા થોડા અંતરે વીજ કંપનીના કર્મચારીઓ રહેશે. ગણેશ મંડળ નજીક કોઈપણ આકસ્મિક ઘટના ન બને તે માટે અમે નોટિસ આપી છે. - ડી.ડી.પટેલ, કાર્યપાલક ઈજનેર, નવસારી DGVCL

લાઈનમાં ફોલ્ટ થાય તો DGVCLને જાણ કરવી
ગણેશ પ્રતિમા વીજતારથી ઉંચી હોય અને કોઈ અકસ્માત થાય તો જવાબદારી DGVCLની નહી પણ જે તે મંડળના હોદ્દેદારોની રહેશે તેવું નોટિસમાં આડકતરી રીતે જણાવ્યું છે. તેમની વાત પણ સાચી છે કે શહેરમાં વીજતારની નીચેથી મૂર્તિ હોય તો કોઈપણ આકસ્મિક ઘટના ન બને. કોઈપણ વીજ ફોલ્ટનું નિર્માણ થાય તો DGVCLને તુરંત જાણ કરવી જોઈએ. - કનક બારોટ, પ્રમુખ, સમસ્ત નવસારી ગણેશ ઉત્સવ સંગઠન

સાવચેતીના પગલાં લેવા શું કરવું

  • વિસર્જનના સમયે કોઈ પણ વીજ લાઈન પાસે ન જાય. 
  • કોઈ હસી મજાક માં પણ વીજ લાઈન ને ન અડે. 
  • વીજ લાઈનમાં ફોલ્ટ હોય આગોતરી જાણ કરવાની રહેશે. 
  • વીજ લાઈનને કોઈએ પણ છેડછાડ કરવી નહી. 
  • કોઈપણ વીજ લાઈનને લગતા ફોલ્ટ હોય તુરંત પોલીસ કન્ટ્રોલ રૂમ અથવા DGVCLમાં ફોન કરવો. 

નવસારીમાં 70થી વધુ ગણેશ મંડળોને DGVCLની તાકીદ

Share Your Views In Comments Below