વિજલપોરના આર્ટિસ્ટ દ્વારા નકામી વસ્તુમાંથી બનાવાયેલી ચંદ્રયાન 2ની પ્રતિકૃતિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ગણેશજીના પર્વ અને ઈસરો વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રયાન-2નું થનાર ઉતરાણ પ્રસંગે દેશનાં વૈજ્ઞાનિકોને અભિનંદન આપવાના હેતુથી વિજલપોરના કલાકાર જીતુ જાધવ તથા પુત્રો દ્વારા નકામી વસ્તુમાંથી બનાવેલી ચંદ્રયાનની પ્રતિકૃતિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ પ્રતિકૃતિ જુના પૂઠા, રંગીન કાગળ, પસ્તી, સળીયા, પાઇપ, સુતરાઉ દોરી, કાપડ, વોટર કલર વગેરે વસ્તુમાંથી સ્વહસ્તે આ પ્રતિકૃતિ બનાવી છે. જીતુ જાધવ છેલ્લા 16 વરસથી એમના ઘરે શ્રી ગણેશજીની સ્થાપના કરે છે અને દર વર્ષે આકર્ષક શૈક્ષણિક કલાકૃતિઓ બનાવે છે. જીતુ જાધવ ચિત્રકાર, રંગોળી કલાકાર, ગ્રાફિક અને વેબસાઈટ ડિઝાઈનર છે.

ધોરણ 12 અને ધોરણ 4 માં ભણતાં એમના પુત્રો નિશાંત જાધવ અને વેદાંત જાધવે આ ચંદ્રયાનની પ્રતિકૃતિ બનાવવામાં મદદરૂપ બન્યા હતા. આ ચંદ્રયાનની પ્રતિકૃતિ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક માહિતીને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે. શાળાનાં શૈક્ષણિક પ્રોજેકટ માટે આ મોડેલ એક અભ્યાસનો વિષય છે એટલે ચંદ્રયાનને જોવાં માટે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. ડેકોરેશનમાં વધુ પૈસાનો ખર્ચ કરવો એના કરતાં ઓછા ખર્ચમાં નકામી વસ્તુઓનો ઉપયોગ કરીને પણ આવું અદભુત સર્જન કરી શકાય છે એનો આ સુંદર નમૂનો છે.

નકામી વસ્તુમાંથી ચંદ્રયાનની પ્રતિકૃતિ બનાવી

Share Your Views In Comments Below