નવસારીના ત્રણ ગણેશ મંડળોનાં યુવાનોએ આ વર્ષે ઈકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાઓ સ્થાપિત કરી છે. આ યુવાનોએ ગણપતિ મહોત્સવને પર્યાવર્ણ જાગૃતિ ઝુંબેશ સાથે સાંકળી લીધો છે. પર્યાવરણની સમતુલા ખોરવાતા સમસ્ત માનવજાત ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે ત્યારે આ ત્રણ ગણેશં મંડળોએ પર્યાવરણ બચાવવાની દિશામાં લોકજાગૃતિનું કામ હાથ ધરીને જાગૃત નાગરિકોની પ્રસંશા મેળવી રહ્યાં છે.

ભારતીય સંસ્કૃતિનાં અભિન્ન પર્વ તરીકે ઉજવાતા ગણેશ મહોત્સવની શરૂઆત પૂર્ણેમાં ગંગાધર લોકમાન્ય ટિળકે કરી હતી. એ વખતે ગણેશ મહોત્સવની ઉજવણીનો હેતુ અંગ્રેજ શાસન સામે લડત આપવા માટે યુવાનોમાં જાગૃતિ અને સંઘભાવના કેળવવાનો હતો. લોકમાન્ય ટિળકનાં પગલે એજ દિશામાં યંગસ્ટાર મંડળ - મહિલા કોલેજની પાસે તથા મરીયમપુરા ગણેશ મંડળના યુવા આયોજકોએ આ વખતે ગણપતિની માટીની પ્રતિમાઓની સ્થાપના કરી છે. શ્રીજીની માટીની મૂર્તિ ઈકો ફ્રેન્ડલી ગણાય છે. કેમ કે શ્રીજીની માટીની પ્રતિમાઓ નદી કે દરિયાનાં પાણીમાં આસાનીથી ઓગળી જાય છે.

શ્રી યંગ સ્ટાર મંડળ દ્વારા મંડપની સજાવટમાં વૃક્ષો બચાવો, વૃક્ષો વાવો, પાણી બચાવો જે સૂત્રોનાં લખાણ સાથેનાં બેનરો મૂકવામાં આવ્યા છે. પર્યાવરણ સંબંધિત આવા સોનેરી સૂત્રોને જોયા બાદ શ્રીજીનાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ ખુશ થઈ જાયા છે. મરિયમપુરા ગણેશ મંડળ દ્વારા સ્થાપિત ગણપતિની માટીની પ્રતિમા સાથે વિવિધ પ્રકારના છોડનાં કુંડા મૂકવામાં આવ્યા છે. તે સાથે પર્યાવરણની સંતુલિત રાખવા માટેનાં કેટલાક ચિત્રો મંડપમાં મૂકવામાં આવ્યા છે. માનવ સમુદાયને પ્રદૂષણ અંગેની સમાજ મળે તેવા પ્રકારની સજાવટને કારણે અહીં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ પાણી અને વૃક્ષોનું મહત્ત્વ શું છે એની સમાજ લઈને જાય છે.

નવસારીની જૂની પાણીની ટાંકી પાસે આવેલા ગણેશ ચોક ખાતે શ્રી ગણેશ યુવક મંડળનાં યુવાનોએ થર્મોકોલમાંથી ગણપતિની પ્રતિમા બનાવી છે. આ વર્ષે આ યુવાનોએ ગ્લોબલ વોર્મિંગની થીમ અને સર્વ શિક્ષા અભિયાનને ઉજાગર કરતી સજાવટ ગણેશ મંડપમાં કરી છે. શાળામાં ભણતાં બાળકોને જરૂરી એવા પેન્સિલ, રબર, સંચો વગેરે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી થર્મોકોલમાંથી ખૂબ ઓછા ખર્ચે સુંદર આયોજન કરી શ્રીજીનાં ભક્તોને ખુશ કરી દીધા છે.

આમ ઉપરોક્ત ત્રણેય ગણેશ મંડળોએ પ્રકૃતિ અને પર્યાવરણને કેન્દ્રમાં રાખી પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા વગર શ્રીજીની સુંદર પ્રતિમાઓની સ્થાપના કરી પ્રદૂષણ અટકાવવાની દિશામાં લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નવસારીમાં ત્રણ જગ્યાએ ઈકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના

Share Your Views In Comments Below