વિવાદનો પર્યાય બનેલા ભાજપ શાસિત બીલીમોરા નગરપાલિકાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં આ વખતે બીલીમોરા પાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખનો બીલીમોરા પાલિકાના કોન્ટ્રાકટર પાસે બીલની ચુકવણી સામે પાર્ટીફંડની માંગણીનો ઓડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. આગામી દિવસોમાં ભાજપ સંગઠનની ઉજવણી થવા જઈ રહી છે. તે આગાઉ ફરતી થયેલી આ ઓડિયો ક્લીપ કોઈ રાજકીય રમતથી પ્રેરિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે આ ઓડિયો કલીપના કારણે ભાજપની છબી ખરડાઈ હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે.

બીલીમોરા નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી અનેક વખત કોઈને કોઈ કારણસર વિવાદોમાં ઘેરાયેલી જ હોય છે. હવે ફરી એક વાર બીલીમોરા પાલિકા ફરી એકવાર વિવાદ માં સપડાય છે. જેમાં બીલીમોરા પાલિકા પ્રમુખ મનિષભાઈ નાયક અને બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ નાઓ દ્વારા બીલીમોરા નગરપાલિકાના કામ કરતા એક ઇજારદાર પાસે બીલની રકમ ના 2 ટકા પાર્ટીફંડની માંગણી કરતો ઓડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. વાતચીતનો ઓડિયો છેલ્લા 2 દિવસથી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. જોકે આ વિડિયો દોઢ વર્ષ અગાઉનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વીડિયો સાચો કે ખોટો તેની હજુ સુધી કોઈ એ કોઈ પુષ્ટિ કરી નથી. જોકે ઓડિયોમાં ભાજપ પાર્ટી દ્વારા ઇજારદારો પાસેથી કુલ રકમના અમુક ટકા પાર્ટી ફંડ લેવામાં આવી રહ્યું હોવાની વાતની ચર્ચા સમગ્ર પંથકમાં ચાલી રહી છે.

જોકે દોઢ વર્ષના લાંબા સમય બાદ હાલમાં વાયરલ થયેલી આ ઓડિયો કલીપ ભાજપના સંગઠન પર્વની આવી રહેલી ચૂંટણીનું આ કમઠાણ હોવાનું અને આની પાછળ રાજકીય પ્રેરિત દાવપેચ ની રમત ચાલી રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ વાયરલ થયેલી ઓડિયો કલીપ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. આ ઘટના બાબતે હવે આગળ શું થશે તે જોવું રહ્યું.

કોન્ટ્રાકટર સાથેની વાતચીતના કેટલાક અંશ
જેમાં એક ઇજારદાર દ્વારા બીલીમોરા શહેરમાં થયેલા કામો ના બીલો પાલિકામાં પેંડિંગ હોય તે બિલો ની ચુકવણી અર્થે આ ઇજારદાર કિશોરભાઈએ પાલિકા પ્રમુખ મનિષભાઈ ને ફોન કરી કહ્યું હતું કે, મારુ બિલ બોર્ડમાં લેવાનું બાકી રાખ્યું છે. મારુ કામ કમ્પ્લીટ છે. જે ઢાંકણા ચોરાઈ ગયા છે. તે ઢાંકણા પણ મુકાવી દીધા છે. મારે ઘણી તકલીફ છે. ત્યારે પ્રમુખે ઇજારદારને પૂછ્યું હતું કે હવે બીજું કોઈ કામ બાકી છે કે, ત્યારે ઇજારદારે જણાવ્યું હતું કે, આગળ પણ મારું બિલ ઢાંકણા બાકી હોવાથી બાકી રહ્યું હતું. તેની જગ્યાએ હવે ઢાંકણા પણ મુકાવી દીધા છે. હવે પાછા બે મહિના પછી બોર્ડ આવશે.

જેમાં પ્રમુખે કહ્યું હતું કે, તો ઢાંકણા ના ફોટા પડાવીને બિલ સાથે મૂકી દેવા જોઈએ ને તે બાદ પાલિકા પ્રમુખે ફોન શહેર ભાજપ પ્રમુખ પ્રજ્ઞેશભાઈને આપ્યો હતો. ત્યારે શહેર ભાજપ પ્રમુખે ઇજારદાર પાસે પાર્ટી ફંડ ની માંગણી કરી હતી. ત્યારે ઇજારદારે જણાવ્યું હતું કે, હજુ બિલ તો આવા દો પછી પાર્ટી ફંડ આપું ને. મારે ઘણી તકલીફ છે. મેં મારા ઘરેણાં ગાડી, ફોરવ્હિલ વેચી ને મારુ કામ પૂરું કર્યું છે. ત્યારે શહેર પ્રમુખે કહ્યું હતું કે, જે રકમ થતી હોય તે ગણી કાઢી તેનો 2 ટકા પ્રમાણે રકમ નો ચેક આપી જવાની વાત જણાવી હતી. બિલ આવી જશેએ માટે ફરી પાછો પાલિકા પ્રમુખને વાત કરો એમ જણાવ્યું હતું. મારા પૈસા ઘણા ચાઉ થઈ ગયા હોવાનું ઇજારદારે જણાવ્યું હતું. આ બિલ જો એક મહિનો મોડું આવશે તો મારે ખુબ તકલીફ થવાની છે એમ ઇજારદારે જણાવ્યું હતું. હોવાનું ઓડિયો કલીપ માં સાંભળવા મળ્યું હતું.

જે બાદ પાલિકા પ્રમુખે ઈજારદારને જણાવ્યું હતું કે અમે બિલ નથી આપવાના એમ નથી બિલ તો મળી જ જશે. પણ પાર્ટી ફંડ તો આપવુ જ પડે ને. ત્યારે ઇજારદારે જણાવ્યું હતું કે, મારુ 1.27 કરોડ જેટલી રકમ છે. હું આમાં કાઈ કમાયો નથી હું 50 હજાર પણ કમાયો નથી, અગાઉ આપ્યું જ છે મેં. જે બાદ રૂબરૂ મળશું એમ જણાવ્યું હતું.

હરીફોનો રાજકીય હેતુ સિદ્ધ કરવા પ્રયાસ
આ ઓડિયો કલીપ અમને બદનામ કરવા માટે બોગસ ઓડિયો કલીપ વાયરલ કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં અમારા હરીફો રાજકીય હેતુ સિદ્ધ કરવા આ કારસો રચી રહ્યા છે. આ બાબતે સમય આવે અમને બદનામ કરવાવાળાઓને અમે ખરેખરો જવાબ આપીશુ. - મનિષ નાયક, પ્રમુખ, બીલીમોરા નગરપાલિકા

સંગઠન પર્વની ઉજવણીને લઈ આ પ્રકરણ ઊભું કરાયું છે
વાયરલ થયેલી ઓડિયો ક્લિપ અમારા સામે રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેનો એક ભાગ છે. રાજકીય આટાપાટા રચીને દાવ વાળવાનો કારસો જે કોઈપણ કરી રહ્યા છે, તેઓને વખત આવ્યે અમો જરૂરથી યોગ્ય જવાબ આપીશું અને તેઓને ખુલ્લા પણ પાડીશું. આગામી દિવસોમાં સંગઠન પર્વની ઉજવણીમાં અમને નીચું જોવાનું થાય તે માટે આ આખું પ્રકરણ ઉભુ કરવામાં આવ્યું છે. અને આ ઓડિયો કલીપો તદ્ન બોગસ છે. - પ્રજ્ઞેશભાઈ પટેલ, બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ.

પાલિકાના કોન્ટ્રાકટર પાસે બીલીમોરા પાલિકા પ્રમુખ અને શહેર પ્રમુખની પાર્ટી ફંડની માંગણીનો ઓડિયો વાયરલ

Share Your Views In Comments Below