નવસારી શહેરમાં રખડતા ઢોરને લઈને નવસારી પાલિકા દ્વારા ઢોર પકડવાનું અભિયાન હાથ ધર્યું હતું. જેમાં ગતરોજ પાલિકાનાં માણસોએ પકડેલા ઢોરને છોડાવી જનાર ઇસમ વિરૂદ્ધ પાલિકાના કર્મચારીઓ સાથે બોલાચાલી કરીને સરકારી કામમાં અડચણ ઉભી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપીની અટક કરી હતી.

નવસારી પાલિકામાં ઈશ્વર લલ્લુ રાઠોડ પાલિકામાં ફરજ બજાવે છે. તેઓ રખડતા ઢોરને પકડવાની કામગીરી કરતા હતા. 30મી ઓગસ્ટે સાંઢકુવા પાસે ગાય, આખલા અને વાછરડાને બાંધીને ટ્રેલરમાં મુક્યા હતા. એ સમયે બ્રિજલ ભરવાડ (દાઢી) નામના શખ્સે આવીને બાંધેલા પશુઓને દાતરડાથી દોરડુ કાપીને છોડાવી ગયો હતો.

પાલિકાનાં કમર્ચારીઓ તેને કહેવા જતા તેમને બ્રિજલ ભરવાડે ગાળો આપી હતી અને સરકારી ફરજ દરમિયાન કામમાં અડચણ તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો ગુનો પાલિકાના કર્મચારી ઈશ્વર રાઠોડે પોલીસ મથકે દાખલ કર્યો હતો. પોલીસે સાંજે આરોપી બ્રિજલ ભરવાડ (દાઢી )ની અટક કરી હતી.

નવસારીમાં કબજે કરાયેલા ઢોરોને બળજબરીથી છોડાવી જનારો ઝડપાયો

Share Your Views In Comments Below