વિજલપોર ખાતે મહાદેવના મંદિરે પૂજા કરવા આવતી યુવતીનો પીછો કરી તેનો ત્રાહિત વ્યક્તિ પાસે મોબાઈલ નંબર મેળવી તેને મેસેજ મોકલી સતત હેરાન કરતાં પૂજારીને 181 અભયમ ટીમે યોગી સબક શીખવ્યો હતો.

મળતી માહિતી મુજબ શ્રાવણ માસમાં મહિલાઓ દ્વારા મહાદેવની અખંડ શ્રદ્ધાથી પૂજા અર્ચના કરાતી હોય છે. કુંવારી કન્યા મહાદેવની કૃપા મેળવવા રોજ મહાદેવના દ્વારે જતી હોય છે. વિજલપોર ખાતે રહેતી એક યુવતી પણ તેના વિસ્તારનાં એક મહાદેવનાં મંદિરે પૂજા કરવા રોજ જતી હતી.

દરમિયાન આ મંદિરનો 22 વર્ષીય પૂજારી આ યુવતી પાસે વારંવાર મોબાઈલ નંબર માંગતો હતો, પણ યુવતીએ નંબર ન આપતા તેનો પીછો કરી યુવતીનાં ઘરનીઆજુબાજુનાં કોઈક ત્રાહિત વ્યક્તિ પાસે મોબાઈલ નંબર મેળવી તેને રોજ મેસેજ કરીને હેરાન કરતો હતો. આ બાબતે યુવતીએ પૂજારી યુવકને રૂબરૂ મળી મને મેસેજ કેમ કરો છો? આજ ફરી મને મેસેજ કરી હેરાન કરતાં નહીં તેવું જણાવ્યુ હતું. હું તમારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતી નથી.

આમ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યા બાદ પણ પૂજારી યુવતીને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. આખરે યુવતીએ 181 અભયમ ટીમનો સંપર્ક કરી તેની આપવીતી જણાવી હતી. જે બાદ પૂજારીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરાતા પૂજારી પ્રથમ તો આ બાબતે પોતે બેકસૂર છે તેવી વાતને વળગી રહ્યો હતો. ત્યાર બાદ યુવતીએ ફોન પર જે મેસેજ આવ્યા હતા તે તેના નંબર પરથી આવયાનો પુરાવા બતાવતા પૂજારીએ પોતાની ભૂલ કબૂલીને હવે પછી કોઈ આવી હરકત નહીં કરું તેવું જણાવી માફી માંગી હતી.

વિજલપોરમાં મંદિરે આવતી યુવતીને ફોન પર મેસેજ મોકલી પૂજારી દ્વારા પજવણી

Share Your Views In Comments Below