નવસારી જિલ્લામાં 10 રેલવે ફલાયઓવર બનવાના છે ત્યારે નવસારી નજીકના સાગરા ગામની ફાટક ઉપર બનતો ફલાયઓવર જિલ્લાનો પ્રથમ રેલવે ફલાયઓવર બની તૈયાર થશે. માંડ 25 ટકા જ કામ હવે રેલવે બ્રિજનું બાકી છે.

સરકારની ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર યોજના અંતર્ગત રેલવેના હાલના બે ટ્રેક ઉપરાંત બે વધુ ટ્રેક નંખાનાર છે. જેને લઈને રેલવેની ફાટકો ઉપરથી વાહનોનું આવાગમન લગભગ અશક્ય જ બનશે. આ સ્થિતિમાં સરકારે રેલવે ફાટકો ઉપર રેલવે ફલાયઓવર બનાવવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત અહીંના નવસારી જિલ્લામાં 10 જેટલા રેલવે ફલાયઓવર બનાવવાનું આયોજન કરાયું હતું.

જે અંતર્ગત કેટલાક બ્રિજના કામોની સ્થળ ઉપર ઉપર શરૂઆત થઈ હતી, જ્યારે કેટલાકની તો શરૂઆત પણ થઈ નથી જે બ્રિજોનું કામ ચાલી રહ્યું છે, તેમાં નવસારી નજીકના સાગરા સ્થિત રેલવે ફલાયઓવરનો પણ સમાવેશ થાય છે. આ ફલાયઓવરનું ઘણુ કામ પૂર્ણ થયું છે અને બીજા ફલાયઓ‌વરથી વધુ કામ થઈ ચૂક્યું છે. તે જોતા સાગરાનો રેલવે ફલાયઓવર નવસારી જિલ્લાનો પ્રથમ 'રેલવે ફલાયઓવર' બનશે.

ફલાયઓવરમાં રેલવે પોર્સનનું કામ, સર્વિસ રોડ સહિત કેટલુક કામ બાકી હોવાની જાણકારી મળી છે. સાગરા બાદ નવસારીથી થોડે દૂરના ગાંધીસ્મૃતિ ફાટક તથા વેડછા ફાટક ઉપર બનનાર ફલાયઓવરની પણ કામગીરી નોંધનીય પૂર્ણ થઈ છે.

નવસારી-વિજલપોર બ્રિજનાં ઠેકાણાં નથી
જિલ્લામાં જે 10 બ્રિજ બનનાર છે. તેમાં જિલ્લા મથક નવસારી તથા તેની નજીક વિજલપોર રેલવે ફાટક ઉપરના રેલવે બ્રિજનો પણ સમાવેશ થાય છે. આ બંને બ્રિજ શહેરી વિસ્તારના હોઈ ખુબ જ મહત્ત્વના છે, આમ છતાં તેના કોઈ જ ઠેકાણાં હજુ સુધી નથી. બંને જગ્યાએ કામ શરૂ તો નથી પરંતુ ક્યારે શરૂ થશે તે પણ નક્કી નથી.

17થી 20 ગામોને ફાયદો
અમારા ગામ સાગરામાં રેલવે ફલાયઓવર બનતાં મરોલી પંથકના 17થી 20 ગામોને ફાયદો થશે. ફાટક ઉપરની તકલીફ રહેશે નહીં. નવસારી આવજા કરવાની સરળતા રહેશે. ફલાયઓવરનું ઘણું કામ પૂર્ણ થયું છે.  નીલેશ પટેલ, ઉપસરપંચ, સાગરા

અંદાજે 25 ટકા કામ બાકી છે…
સાગરા રેલવે ફલાયઓવરનું ઘણુ કામ પૂર્ણ થઈ ગયું છે. માંડ અંદાજે 25 ટકા જ કામ બાકી છે એમ કહી શકાય! ડિસેમ્બર 2019માં પુરું કરી દેવાની ધારણા છે. સપ્ટેમ્બર 2017માં કામની શરૂઆત થઈ હતી.  એચ.કે. સિંગ, સાઈટ ઈનચાર્જ, સાગરા બ્રિજ

700 મીટર લાંબો બ્રિજ..
સાગરા ગામની ફાટક ઉપરથી બની રહેલા ફલાયઓવરની લંબાઈ અંદાજે 700 મીટર છે. બ્રિજનો કુલ ખર્ચ 26 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો છે. બ્રિજની પહોળાય અંદાજે 12 મીટર હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લાના 10 બ્રિજની સ્થિતિ 

નવસારીનો પ્રથમ રેલવે ઓવરબ્રિજ 'સાગરા ફાટક' પર બનશે

જિલ્લાના 10 બ્રિજની સ્થિતિ Share Your Views In Comments Below