ઉત્સવપ્રિય નગરી નવસારી સહિત સમગ્ર જિલ્લામાં ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશભક્તો દ્વારા વરસાદના વિઘ્ન વચ્ચે આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવ સાથે ગણેશોત્સવનો રંગેચંગે પ્રારંભ કરાયો છે. જીલ્લામાં નાના-મોટા ગણેશ મંડળો અને ગૌરી ગણેશ મળી ૨૦ હજાર જેટલી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. પૌરાણિક રામાયણ, મહાભારતના ડેકોરેશનની રમઝટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

નવસારી જિલ્લામાં ૧૦ દિવસ માટે પરંપરાગત ગણેશોત્સવનો શ્રદ્ધા ભક્તિભાવ સાથે પ્રારંભ થયો છે. ચાલુ વર્ષે શ્રાવણમાં ઘોડાપુર બાદ ગણેશોત્સવના પ્રારંભ ટાણે જ જીલ્લામાં ઠેર ઠેર ભારેથી હળવો વરસાદ તુટી પડતાં ગણેશભક્તોમાં ચિંતા જોવા મળે છે.

અત્યાધુનિક લાઇટ ડેકોરેશન, ડી.જે. સાઉન્ડ સિસ્ટમની રમઝટ સાથે નાના મોટા ગણેશ મંડળો દ્વારા દૂંધાળા દેવ ગણેશની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. ગણેશભક્તો દ્વારા પોતાના ઘરોમાં પણ એક દિવસ, ત્રણ દિવ, પાંચ દિવસ, સાત દિવસીય ગૌરી ગણેશજીની સ્થાપના કરવામાં આવતા વાતાવરણ ભક્તિમય બન્યું છે.

નવસારીમાં હિરામેન્શન ચાલ સિદ્ધી વિનાયક મંદિર ખાતે ૭૭માં શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવનું આયોજન થયું છે. વર્ષોથી માટીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. આ પ્રસંગે લોક કલ્યાણ શાંતિયજ્ઞા અને તા. ૩-૯-૧૯ના રોજ ૧૦૮ દિવાની મહાઆરતી થશે. નવસારી મોટા બજાર ખાતે શ્રી સ્તુતિ ગણેશ મંડળ દ્વારા ૫૨માં વર્ષે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

અહીં એક મંડપમાં ચાલુ વર્ષે ૭૫૦ જેટલી માનતાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. અહીં ગણેશ ભક્તોની માનતા પુરી થતી હોવાથી શ્રદ્ધાળુઓ તેમની માનતા પૂર્ણ થયા બાદ ગણેશ પ્રતિમાની સ્થાપના કરે છે. જૂના થાણા ખાતે શ્રી બલ્લાળેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભવ્ય ડેકોરેશન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

ગોલવાડ ખાતે શ્રીમહાકાળી મતાના મંદિર પાસે શ્રી સમસ્ત રાણા સમાજ દ્વારા એક શૌકાથી ગણેશ સ્થાપના કરવામાં આવે છે. શ્રી દેવેશ્વર મહાદેવ મંદિર, કડીયાવાડ, મંકોડીયાના ગણેશ મંડળો અત્યાધુનિક લાઇટ સાથે પૌરાણિક રામાયણ મહાભારતના ડેકોરેશનની રમઝટથી ગણેશ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

નવસારી જિલ્લામાં 20 હજારથી વધુ ગણેશ પ્રતિમાઓની આરાધના શરૂ

Share Your Views In Comments Below