ઐતિહાસિક દાંડી ખાતે આવેલી દાંડી મરીનના હોમગાર્ડના જવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ દાંડીના સરપંચ વિમલ પટેલ તથા જિલ્લા કમાન્ડન્ટ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

દાંડી ખાતે દાંડી મરીનના હોમગાર્ડ જવાનો કિનારા ઉપર કામગિરી બજાવી રહ્યા છે. જેમાના કેટલાક હોમગાર્ડના જવાનોએ જાનના જોખમે દરિયામાં છલાંગ લગાવી દરિયામાં ડૂબતા કેટલાય સહેલાણીઓના જીવ બચાવી નવજીવન બક્ષવા જેવી પ્રસંશનીય કામગીરી બજાવી છે. તેમની આ કામગીરીની કદરરૂપે સ્વાતંત્રતા દિવસે દાંડીના યુવક મંડળ તથા દાંડી ગ્રામ પંચાયતના સંયુકત ઉપક્રમે 8 બાહોશ હોમગાર્ડ જવાનોનું સન્માન કરી બિરદાવ્યા હતા.

મંગળવારે દાંડી પ્રાર્થના મંદિર ખાતે જિલ્લા કમાન્ડન્ટ પટેલ, જલાલપોરના ઓ.સી.દૂબે, નવસારીના લિગવ શર્મા, દાંડી મરીનના ઇનચાર્જ ઓફિસર ગણેશ ટી.પાટીલ તથા દાંડીના સરપંચ વિમલ પટેલ તથા માજી સરપંચ પરિમલ પટેલની ઉપસ્થિતિમાં દાંડી હોમગાર્ડ સબ યુનિટ જલાલપોર દ્વારા દાંડી ખાતે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

દાંડીમાં ફરજ બજાવતા હોમગાર્ડસનું સન્માન

Share Your Views In Comments Below