નવસારી અને વિજલપોરની નજીક દક્ષિણે આવેલી ગાંધીસ્મૃતિ ફાટક 4 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાતા અહીંથી પસાર થતા દ્વિચક્રી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

નવસારીની નજીક દક્ષિણે આવેલી ગાંધી સ્મૃતિ ફાટક ઉપર છેલ્લા ઘણા સમયથી રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. જેને લઈને ઘણા સમયથી આ ફાટક ઉપરથી ફોર વહીલર વાહનોની આવાગમન બંધ છે. જોકે નાના વાહનો, જેવાકે દ્વિ ચક્રીય વાહનોની આવ જા ચાલુ જ છે. નવસારીના કાંઠા વિસ્તાર, વિજલપોર તથા પશ્ચિમના અન્ય ગામડાના લોકો માટે આ ફાટક ઉપયોગી છે.

આજે જ્યારે આ ફાટક પરથી પસાર થવા લોકો ગયા ત્યારે અચાનક જ ફાટક બંધ જોવા મળી હતી. 2 તારીખે અને આજે 3 તારીખે વહેલી સવારે પણ ફાટક ખુલ્લી જ હતી. ફાટક ઉપર તા. 2થી 5 સુધી મરામત હેતુસર ફાટક બંધ રહેશે એવું બોર્ડ મૂકી દેવાયું હતું. 5મી સુધી (3 દિવસ) ફાટક બંધ રહેનાર હોઈ મોટી સંખ્યામાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાશે. અહીંથી પસાર થનાર વાહનચાલકોએ અન્ય ફાટકનો ઉપયોગ કરવો પડશે, જે માટે વધુ અંતર કાપવું પડશે.

મરામત માટે બંધ કરવામાં આવી
ફાટક ઉપરના પેવર બ્લોક સહિત મટિરિયલને મરામતની જરૂર હોય છે આ મરામત માટે ગાંધીસ્મૃતિ ફાટકને 5 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.  ઉદયસિંહ, સુપ્રિટેન્ડન્ટ, નવસારી રેલવે સ્ટેશન

વિજલપોર, હાંસાપોર ફાટક પર વાહનોનો ધસારો
ગાંધી સ્મૃતિ ફાટકથી થોડે દૂર ઉત્તરે આવેલ વીજલપોર ફાટક ઉપર છેલ્લા ઘણા સમયથી વાહનોનો ભારે ધસારો હોય છે. નજીકના ગરનાળામાં પાણી ભરાઈ રહેતું હોઇ ત્યાંથી અવરજવર બંધ જ છે, તેથી ફાટક ઉપર ટ્રાફિક વધુ રહે છે. હવે ગાંધીસ્મૃતિ ફાટક બંધ રહેવાની સ્થિતિમાં વિજલપોર ફાટકે ત્યાંનો થોડો ટ્રાફિક ડાયવર્ટ થશે અને ટ્રાફિકમાં વધારો થશે. બીજી તરફ ગાંધીસ્મૃતિ ફાટકની નજીક દક્ષિણે હાસાપોર ફાટક છે ત્યાં પણ ટ્રાફિક ડાયવર્ટ થતા વાહનોનો ધસારો વધવાની શરૂઆત થઈ ગઈ છે. 3 દિવસ ઘણા વાહનચાલકો હાલાકી ભોગવશે એ નક્કી છે.

ગાંધીસ્મૃતિ ફાટક ત્રણ દિવસ બંધ રહેશે, અનેક વાહનચાલકો મુશ્કેલીમાં

Share Your Views In Comments Below