નવસારીને અડીને આવેલા જમાલપોરમાં મજુર મહાજન સોસાયટીમાં રહેતા અનાવિલ પરિવારનું ઘર બંધ હોય તેનો લાભ લઈ તસ્કરોએ ઘરનું મુખ્ય દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશી રૂ.30 હજાર રોકડા અને અને 4 તોલા સોનાની મત્તા ચોરી ગયા હતા. તેમણે આ ઘટનાની જાણ નવસારી પોલીસને કરતા પોલીસે ઘટનાસ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી હતી. નવસારીના જમાલપોર ખાતે આવેલી મજુર મહાજન સોસાયટીમાં બંગલા નંબર B-13માં પ્રશાંતભાઈ દેસાઈ પત્ની દિવ્યાબેન અને પુત્ર મીત સાથે રહે છે.

બુધવારે મિતેશભાઈ ગાંધીનગર ખાતે સામાજિક કામ અર્થે ગયા હતા. તેમની પત્ની દિવ્યાબેન શિક્ષિકા હોય સવારે શાળામાં ફરજ ઉપર ગયા હતા. જ્યારે મીત પણ સવારથી જ અભ્યાસ માટે કોલેજ ગયો હતો. તેમનું ઘર સવારે 10.30 વાગ્યાથી બંધ હતું. આ તકનો લાભ લઈને તસ્કરોએ ઘરનું મુખ્ય દરવાજાનું તાળું કોઈ ટાંચા સાધન વડે તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો.

તસ્કરોએ બેડરૂમમાં મુકેલા કબાટ તોડીને તેમાંથી 2 મંગળસૂત્ર અને 6 જોડી સોનાની બુટ્ટી અને 30 હજાર રોકડા મળી કુલ રૂ.91, 600ની ચોરી કરી ગયા હતા. ચોરી થયાની જાણ સોસાયટીના લોકોએ દિવ્યાબેન દેસાઈને કરતા તેમણે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ જમાલપોરના સરપંચ સાજન ભરવાડ અને તલાટી જીગ્નેશ પટેલને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

તસ્કરો ક્યાંથી આવ્યા તે રહસ્ય
મજુર મહાજન સોસાયટી માં આવેલ મિતેશ દેસાઈના ઘરની બાજુમાં બે ઘર બાદ સોસાયટીની દીવાલ હોય ત્યાં બપોરના સુમારે અવરજવર ઓછી હોય ત્યાંથી તસ્કરો આવ્યા હોઈ શકે? આગળના દરવાજાનું તાળું તોડી અંદરથી બંધ કરીને ચોરી કરી હોવાનું પોલીસ જણાવી રહી છે. જો કે સોસાયટીના પ્રવેશદ્વાર પાસેના બે ઘરોમાં સીસીટીવી કેમેરામાં પણ શંકાસ્પદ ઈસમો નજરે ચડ્યા ન હોવાનું જાણવા મળ્યું છે.

રેકી કરી ચોરીને અંજામ આપ્યો
દિવ્યાબેન દેસાઈ નવસારી તાલુકા પંચાયતનાં સભ્ય અને સંસ્કારભારતી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. અને પ્રશાંતભાઈ દેસાઈ ભાજપ અગ્રણી અને બેટરીની એજન્સી ચલાવે છે. પુત્ર મીત બારીયા કોલેજમાં અભ્યાસ કરે છે. તેમનું ઘર સવારે 11થી 5 વાગ્યા સુધી બંધ રહેતું હોય કોઈએ રેકી કરીને ચોરી ને અંજામ આપ્યો હોવાની શંકા નકારી શકાય નહીં.

ઘરના દરવાજો પાછળ ખુલ્લો જોતા ચોરીની જાણ થઈ
બપોરે મારા કાકા મનિષ શાસ્ત્રીએ જોયું તો પ્રશાંતભાઈના ઘરનો પાછળનો દરવાજો ખુલ્લો હતો. મને કહેતા તુરંત લોકોને જાણ કરી કે પ્રશાંતભાઈનાં ઘરનો દરવાજો પાછળથી ખુલ્લો છે અને ચોરી થઈ છે તેમ જણાવતા લોકો ભેગા થયા અને ઘરના માલિકોને જાણ કરી હતી. ઘરમાં કબાટો ખુલ્લા જોતા ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. - હીરક શાસ્ત્રી

મજુર મહાજન સોસા.માં ભાજપ અગ્રણીને ત્યાં ધોળા દિવસે 4 તોલા સોનું અને રોકડની ચોરી

Share Your Views In Comments Below