નવસારી સ્ટેશન નજીક બુધવારે સવારે એક ટ્રક રોડમાં ખુંપી તો ગઈ સાથે ભુવો પડ્યો અને ત્યાંજ વરસાદી ગટરમાં ભંગાણ પણ પડ્યું હતું. ભંગાણના કારણે રોડ પર ટ્રાફિકજામ થયો હતો.

નવસારીમાં રેલવે સ્ટેશન નજીક પશ્ચિમે બુધવારે વહેલી સવારે રેતી ભરેલી ટ્રક રોડ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે મફતલાલ મિલના વણાંક સામે ટ્રકના પૈડાં રોડમાં ખુંપી ગયા હતા. પૈડાનો થોડો ભાગ નહીં પરંતુ આંખે આખા જ ખુંપી ગયા હતા. જેને લઈ ટ્રક એક બાજુ પડી ગઈ હતી, ત્યારબાદ ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. ટ્રકને બહાર કાઢતા રોડમાં મોટો ભુવો પડી ગયાનું નજરે પડ્યું હતું. વધુમાં રોડ નીચેથી પસાર થયેલી ગટર પણ તૂટી ગઈ અને ભંગાણ પડ્યું હતું.

સાંજે નવસારી પાલિકા તંત્ર એ ડ્રેનેજ મરામતની કામગીરી હાથ ધરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે જે રોડ ઉપર ડ્રેનેજનું ભંગાણ પડ્યું એ માર્ગ પશ્ચિમે નવસારીનો વિજલપોર તથા ગ્રામ્ય વિસ્તારને જોડતો સૌથી મહત્વનો માર્ગ છે, જેથી સવારથી જ વાહન વ્યવહાર અવરોધાયો હતો. બપોર બાદ તો વાહનોની લાંબી કતારો લાગી અને મોટી સંખ્યામાં ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. યોગ્ય ટ્રાફિક નિયમનના અભાવે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

ગટરની ઓળખ અંગે અવઢવ
ટ્રક રોડમાં ખુંપી ગયા બાદ બપોરે બહાર કઢાઈ હતી. ત્યાં સુધી રોડની અંદર ભુવો કેટલો ઊંડો છે તે જાણી શકાયું ન હતું. ટ્રક બહાર કઢાયા બાદ ગટર તૂટી હોવાનું તો જણાયું પણ ગટર નવસારીની કે વિજલપોરની તૂટી તે અંગે અવઢવ રહ્યું હતું. 4 વાગ્યા બાદ નવસારીની વરસાદી ગટર તૂટી હોવાનું પાલિકાએ જણાવ્યું હતું.

વિજલપોરની ડ્રેનેજના ભંગાણ નજીક જ
જ્યાં ટ્રક ખુંપી અને નવસારીની વરસાદી ગટર તૂટી એ જગ્યાની નજીક જ વિજલપોરની મુખ્ય ડ્રેનેજમાં મોટું ભંગાણ અઢી મહિના અગાઉ પડ્યું હતું.જેને લઈને લગભગ બે અઠવાડિયા વાહનોની અવરજવર માટે બંધ રખાયો હતો .આજે પણ વિજલપોરની જ ડ્રેનેજ તૂટ્યાની શકયતા પ્રથમ તો જોવાઇ હતી.

પટેલ સોસાયટીમાં પણ ભૂવો પડ્યો
બુધવારે બપોરે છાપરા રોડ પટેલ નગર સોસાયટીમાં રસ્તાની વચ્ચોવચ ભૂવો પડી ગયો હતો. રસ્તેથી પસાર થતા લોકો ખાડામાં ન પડે તે માટે સોસાયટીના રહીશો દ્વારા બ્લોક મૂકીને સુરક્ષા ઉભી કરી હતી. નવસારીમાં જાહેર માર્ગો ઉપર ભુવા પડવાની ઘટના સામાન્ય બનતી જાય છે.

નવસારીની પશ્ચિમે રોડ પર ટ્રક ખુંપી અને ગટરમાં ભંગાણ

Share Your Views In Comments Below