નવસારીનાં ફુવારા નજીક મિશ્રશાળા નં. 3માં બુધવારે મધ્યાહન ભોજનમાં બાળકોને અપાયેલા દાળભાતમાં ઈયળ દેખાતા વિદ્યાર્થીએ આચાર્યને જાણ કરી હતી. બુધવારે જ કેન્દ્રના મધ્યાહન ભોજન બાબતે નિરિક્ષણ માટે દિલ્હીથી ટીમ આવી હોય ત્યારે ઘટના બની છે.

નવસારી શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં બુધવારે ખાનગી એજન્સી દ્વારા દાળ ભાતનું ભોજન દરેક શાળામાં પીરસાયું હતું. નવસારીના ફૂવારા નજીક આવેલી મિશ્રશાળા નં. 3માં દાળભાત જમતી વેળા એક વિદ્યાર્થીએ ભોજનમાં મૃત ઈયળ જોતા તુરંત શાળાના આચાર્યને જાણ કરી હતી.

આ ઘટના વખતે સીઆરસી વિમલબેન ટંડેલ પણ ઉપસ્થિત હોય તેમણે આ બાબતે મધ્યાહન ભોજનના ઉચ્ચ અધિકારી ડેપ્યુટી કલેકટરને જાણ કરી હોવાની પણ માહિતી મળી છે. મધ્યાહન ભોજનમાં મૃત ઈયળ નીકળવાની ઘટના બાબતે વિદ્યાર્થીઓના વાલીઓમાં આક્રોશની લાગણી વ્યાપી છે. મધ્યાહન યોજનાના નિરીક્ષણ માટેની ટીમ દિલ્હીથી નવસારી આવી હતી ત્યારે જ આ ઘટના બનતા ભોજનની ગુણવતા સામે પ્રશ્નો ઉભા થયા છે.

રિપોર્ટ કરવા તજવીજ
મધ્યાહન ભોજન નિરિક્ષણ માટે કેન્દ્રના અધિકારીઓની ટીમ આવી હતી. તેની સાથે અમે બીજી શાળાની મુલાકાતમાં હતા. મને મોડી જાણ થઇ. આચાર્ય દ્વારા ડેપ્યુટી કલેકટરને રીપોર્ટ કરવા માટે તજવીજ હાથ ધરી છે. - ભૂમિકાબેન પટેલ, શાસનાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી

નવસારીની મિશ્ર શાળા નં. 3માં મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળતા ઉચ્ચ સ્તરે રજૂઆત

Share Your Views In Comments Below