નવસારી જિલ્લામાં કામ કરતી આંગણવાડી વર્કર તથા હેલ્પર બહેનોએ આજે મહિલા અને બાળ વિકાસ વિભાગનાં અગ્ર સચિવને સંબોધીને લખેલું આવેદનપત્ર પ્રાંત અધિકારીને સુપ્રત કર્યું હતું. આ આવેદનપત્રમાં તેમની સાથે થઇ રહેલા અન્યાય તથા કામનાં ભારણ અંગેની સમસ્યાઓ દૂર કરવા માંગણી કરી છે.

તેઓ આવેદન પત્રમાં જણાવે છે કે ગુજરાતમાં કુપોષણ, બાળ મૃત્યું તથા કુપોષિત માતા હોવાનો દર વધારે છે જેનાં અનેક કારણો હોવા છતાં યેન કેન પ્રકારે દોષનો ટોપલો આંગણવાડી વર્કર હેલ્પરોનાં માથે ઠોકી દેવાનાં પ્રયત્નોનો અમ વિરોધ કરીએ છીએ. તેઓને કાયમી નોકરીયાતો કરતાં ચોથા ભાગનું વેતન અપાતું હોવા છતાં વધુ ખંતથી કામ કરે છે. તેમ છતાં આંગણવાડી વર્કરો  હેલ્પરોને સતત છૂટા કરવાની ધમકી અપાતા તેઓ સતત માનસિક તાણમાં રહે છે. તેઓ જાણે ગુનાગેર હોય તેવું વર્તન તેમની સાથે કરવામાં આવે છે.

તેઓ આ આવેદનપત્રમાં કુપોષણનાં કારણોની ચર્ચા કરતા કેટલાંક ચોકાવનારા કારણોને ધ્યાનમાં લેવાની વિનંતી કરે છે. તેઓ જણાવે છે કે બાળકોને જે માત્રામાં અને જે દરે આહાર આપવામાં આવે છે. તેનાથી કુપોષણ નાબૂદ થઇ શકે જ નહીં. આહારની માત્રા અને દરને તેઓ મજાક સમાન ગણાવે છે.

દા.ત. બાળકોને લીલા શાકભાજી માટે બાળક દીઠ માત્ર ૧૦ પૈસા ચૂકવવામાં આવે છે. ૧૦ પૈસા લેખે ૨૫ બાળકોનાં માત્ર ૨.૫૦ (અઢી) રુપિયા આપવામાં આવે છે. અઢી રુપિયામાં કયા લીલા શાકભાજી ખવડાવી શકાય ? આવોજ દર હળદર, મસાલા તથા ગોળનો છે. કઠોળનાં ભાવ બજારમાં આસમાને છે અને સરકાર દ્વારા ચૂકવાતાં નાણાંથી કઠોળ ખરીદી શકાય તેમ નથી. મોટા ભાગનાં ઘટકોમાં પૂરવઠા વિભાગ દ્વારા પૂરો પાડવામાં આવતો જથ્થો નિયમિત મળતો જ નથી. પુરવઠાનું સાનત્ય ન જળવાય તો પોષણનું સાનત્ય કેવી રીતે જાળવવું?

આઇ.સી.ડી.એસ. દ્વારા આપવામાં આવતી કાચી સામગ્રી માંથી નિર્ધારીત કરેલું મેનું પ્રમાણે ભોજન બનાવી શકાય તેમ નથી. તેઓ એક ગંભીર આક્ષેપ કરતાં જણાવે છે કે આ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ સરકારને ખોટા રિપોર્ટ કરી ગેર માર્ગે દોરે છે. આ રિપોર્ટને આધારે બધા માની લે છે કે કુપોષિત બાળકો તથા સગર્ભા માતાઓ પોષણ મેળવી રહ્યા છે. સરકાર સૌથી મોટો ખર્ચ ફુડ પેકેટ પાછળ કરે છે. ૯૦ ટકા લાભાર્થીઓ આ પેકેટમાં અપાતા આહારને પસંદ કરતા નથી. પેકેટમાં અપાતા આહારની ગુણવત્તા વિશે પણ લાભાર્થીઓ શંકા કરે છે. મોટા ભાગનાં લાભાર્થીઓને પરાણે આ ફુડ પેકેટ આપવા છતાં તેઓ આ પેકેટ ઢોરોને ખવડાવી દે છે.

તેઓ જણાવે છે કે ૮૦ ટકા આંગણવાડીમાં શુધ્ધ પીવાનાં પાણીની વ્યવસ્થા જ નથી. જે તે આંગણવાડીમાં હલકી ગુણવત્તાનાં આર.ઓ. પ્લાન્ટ નાંખ્યા છે. જેમાનાં મોટાભાગનાં પ્લાન્ટ બંધ થઇ ગયા છે. આવી જ હાલત જે તે આંગણવાડીનાં શૌચાલયોની છે. શૌચાલયો પણ પાણીની વ્યવસ્થા વગર બિનઉપયોગી સડી રહ્યા છે. ૯૦ ટકા ઘટકોમાં કન્ટીન્જન્સી તથા ફ્લેકસી ફંડની રકમો આંગણવાડી વર્કરોનાં ખાતામાં સમયસર જમા થતી નથી. પરિણામે આંગણવાડીમાં રોજીંદા વપરાશની વસ્તુઓ ખરીદી શકાતી નથી. બધું લોલમલોમ ચાલે છે.

તેઓ જણાવે છે કે ચૂંકા માનદ વેતનમાં કામ કરતી આંગણવાડી બહેનો પ્રથમ સ્વખર્ચે નાસ્તાની કાચી સામગ્રી ખરીદીને બાળકોને પોષણ પુરું પાડે છે અને સરકારની આબરુ સાચવે છે. પરંતુ આ વાતની નોંધ જ નથી લેવાતી. આ ઉપરાંત આંગણવાડીની બહેનોએ આ આવેદનપત્રમાં ઘણી ચોંકાવનારી હકીકતો વિસ્તૃત રુપે આપી છે.

આંગણવાડીઓની પોલ ખોલતી વર્કર બહેનો: પ્રાંતને રજૂઆત

Share Your Views In Comments Below