નવસારી જિલ્લાનાં ધોરણ 11-12 ના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ માટે લેવાતી JEE/NEETની પરીક્ષામા પાછળ ન રહે અને પૂર્વ તૈયારીના ભાગરૂપે નવસારી જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમવાર દર સોમવારે પરીક્ષાનુ આયોજન થશે. જેનો પ્રારંભ 9મીથી કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં માત્ર નવસારી જિલ્લામાં આ પ્રયોગ થઇ રહ્યો છે.

વિદ્યાર્થીઓ માર્ગદર્શનના અભાવનાં કારણે JEE/NEETની પરિક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરી શકતા નથી, જેને કારણે જિલ્લાનાં વિદ્યાર્થીઓ JEE/NEET પરિક્ષા જે દેશભરમાં લેવાય છે તેને લઇને તૈયારી કરી શકે તે માટે શિક્ષણાધિકારી રોહિત ચૌધરીની દેખરેખ હેઠળ અને શેઠ પુ.હ.વિદ્યાલયનાં આચાર્ય પ્રીતેશ ગજેરા અને જિલ્લાનાં ત્રણેય સંકુલનાં એસ.વી.એસ. કન્વિનરોનાં માર્ગદર્શન હેઠળ પરીક્ષાનુ આયોજન થયું હતું. સોમવારે જિલ્લામાં JEE/NEETની પરીક્ષાનું આયોજન થયું હતું. રસાયણ વિજ્ઞાનનાં પેપરથી પરીક્ષાનો પ્રારંભ થયો હતો.

નવતર પ્રયોગથી થતા લાભો
નવસારી જિલ્લામાં આજ રોજ થી શરૂ થયેલ JEE/NEETની પરિક્ષા નો ખ્યાલ જીલ્લા શિક્ષણાધિકારીને આવ્યો હતો તેમને જોયું કે નવસારી જિલ્લાનાં અંતરિયાળ ગામોની શાળા ના તેજસ્વી રમતવીરો ખેલ મહાકુંભ થકી દેશનું ગૌરવ વધારતા હોય તો તેજસ્વી વિદ્યાર્થીઓ પણ દેશભરમાં મેડીકલ, આઇઆઇટીની પરિક્ષામાં ઉજ્જવળ દેખાવ કરી નામ રોશન કરી શકે તે માટે JEE/NEET ની પરિક્ષા નિયમિત લેવાશે. આખા ગુજરાતમાં નવસારી જીલ્લામાં પ્રથમવાર આ નવતર પ્રયોગનું આયોજન કરાયું છે.

10900થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષાનો લાભ
અમે શિક્ષણાધિકારી રોહિત ચોધરીના માર્ગદર્શન હેઠળ પ્રયોગ માટે પહેલા જિલ્લાની તમામ વિજ્ઞાન પ્રવાહની 56 શાળાઓના 220 શિક્ષકોએ તાલીમ લીધી હતી અને આશરે 10900 વિદ્યાર્થીઓને JEE/NEET ની પરિક્ષાનો લાભ થશે, જેમાં અંતરિયાળ શાળામાં એકલવ્ય મોડેલનાં વિદ્યાર્થીઓથી લઈને નવસારી શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ સાથે મળી ને JEE/NEETની તૈયારી કરશે. - પ્રિતેશ ગજેરા, આચાર્ય, સંસ્કારભારતી શાળા

56 શાળામાં JEE/NEETની અઠવાડિક પરીક્ષા લેવાશે

Share Your Views In Comments Below