વિજલપોરમાં પોલીસની કામગીરીમાં સહાયરૂપ થવા પોલીસમિત્રોની વરણી કરી ટીશર્ટનું વિતરણ કર્યું હતું.

વિજલપોર પોલીસ મથકની હદમાં આવતા ગણેશ મંડળો સાથે પોલીસે બેઠક કરી હતી. આ બેઠકમાં દરેક મંડળ દીઠ પાંચ પાંચ વ્યક્તિઓની પોલીસ મિત્ર તરીકે વરણી થઇ હતી. નિમણૂક કરાયેલા પોલીસમિત્રો વિસર્જનના દિવસે પોલીસની કામગીરીમાં સહાયરૂપ થશે. કાયદો વ્યવસ્થાની જાળવણી, શિસ્તબદ્ધ અને સમયસર વિસર્જનયાત્રા રહે વગેરે બાબતોએ 'પોલીસ મિત્રો'એ તકેદારી રાખવાની રહેશે.વિસર્જન બાદ અન્ય બંદોબસ્તમાં પણ 'પોલીસ મિત્રો'ની સેવા લેવાશે. મંગળવારે પોલીસમિત્રોને ટીશર્ટનું વિતરણ કરાયું હતું.

700 નિમણૂકની ગણતરી
પોલીસમિત્રો અંતર્ગત વિજલપોર પોલીસ મથકની હદમાં 700ની નિમણૂક આપવાની ધારણા છે. જે અંતર્ગત આજે 425 'પોલીસ મિત્ર' લખેલી ટીશર્ટનું વિતરણ પણ કરી દેવાયું હતું. - એસ.ડી. સાળુંકે, પીએસઆઈ, વિજલપોર પોલીસ મથક

વિજલપોરમાં પોલીસમિત્રોની નિમણૂક, પોલીસની કામગીરીમાં સહાયરૂપ થવા વરણી કરી

Share Your Views In Comments Below