આમડપોર ખાતે રહેતા અનાવિલ તેમના દીકરાનાં લગ્ન હોય તેની ખરીદી અર્થે નવસારીની બેંકના લોકરમાં મુકેલા દાગીના અને રોકડા લઈને કાર પાસે ઉભા હતા. એ સમયે એક ગઠિયો કારમાંથી આગળ ઓઈલ ટપકે છે તેમ કહીને વાતચીતમાં ભેરવીને તેમનું ધ્યાન ચૂકવીને દાગીના અને રોકડ મળીને કુલ રૂ.8.50 લાખની મત્તાની બેગ કારમાંથી કાઢી નાસી ગયાની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ મથકે નોધાઇ હતી.

નવસારીનાં આમડપોર ગામે રહેતા મુકેશ રમેશચંદ્ર દેસાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ભરૂચ ખાતે રહેતા તેમના પુત્ર નીલના એક માસ બાદ લગ્ન હોવાથી તેઓ 24મીએ કારમાં નવસારીની પાંચહાટડી સ્થિત બરોડા બેંકમાં તેમના લોકરમાં મુકેલા દાગીના તથા રોકડ લેવા આવ્યા હતા.

તેઓએ બેંકના લોકરમાંથી 22 તોલા દાગીના અને રોકડા રૂ. 3 લાખ બેગમાં ભરીને કારમાં પરત ઘરે જતા હતા. એ દરમિયાન તેમણે કારના ચાલકને પાંચ હાટડી પાસે આવેલી ફરસાણની દુકાનમાંથી ફરસાણ લેવા માટે મોકલ્યો હતો. એ સમયે એક યુવાને આવીને કહ્યું કે તેમની કારમાં આગળના ભાગે ઓઈલ ટપકે છે એમ જણાવતા તેઓ કારમાંથી ઓઈલ જોવા ઉતરીને કારનું બોનેટ ખોલીને જોતા હતા પરંતુ કારમાંથી ઓઇલ ટપકતું ન હતું.

એટલામાં કોઈએ કહ્યું કે તમારી કારમાંથી બાઈક પર આવેલ બે યુવાનો બેગ લઈને ભાગી ગયા છે. તેઓ તેમનો પીછો કરે તે પહેલા જુનાથાણા તરફ યુવાનો બાઈક લઇને ભાગી ગયા હતા. ગતરોજ બનેલી ઘટનાની બુધવારે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ આવી બે ઘટના ઘટી હતી
અગાઉ પણ અંદાજે 8 માસ પહેલા સેન્ટ્રલ બેંક પાસે એક કારનાં માલિકને અને જુનાથાણા સર્કલ પાસે રિક્ષાચાલકને ઓઈલ ટપકે છે તેમ નજર ચૂકવીને નાણાની ઉઠાંતરીની ઘટના નોંધાઈ હતી. આ બંને ઘટનામાં બેંકમાંથી પૈસા લઇને આવેલા ઈસમોને જ આ ઓઈલ ટપકે છે તેમ કહી ઉઠાંતરી કરતી ગેંગના સભ્યો ટાર્ગેટ બનાવતા હોય છે.

બેગમાં શું શું હતું
બેગમાં સોનાની મગમાળા નંગ-2 પાંચ તોલા, 4 તોલાની સોનાના પાટલી નંગ 2, 6 તોલાની સોનાની 4 બંગડી, 3 તોલાનો સોનાનો 1 પાટલો, 2 તોલાની સોનાની ચેન, 2 તોલાની સોનાની અલગ અલગ ગીની મળી કુલ 22 તોલા કિંમત રૂ.5.50 લાખ અને રોકડા રૂ. 3 લાખ હતા.

ઓઈલ પડે છે કહી ગઠિયા કારમાંથી 8.50 લાખની મત્તાની બેગ ઉઠાવી ગયા

Share Your Views In Comments Below