વિજલપોરમાં વરસાદને કારણે ઠેર ઠેર ભરાયેલા પાણીને કારણે ગંદકીભર્યા માંહોલને કારણે આગામી સમયમાં યોગ્ય સાફ સફાઈ ન થાય તો રોગચાળો ફેલાવાની શક્યતા ઉભી થઈ છે. નગરપાલિકાના શાસકો તેમના વિસ્તારોમાં સફાઈ પ્રત્યે યોગ્ય ધ્યાન ન આપતા હોવાનો લોકસુર ઉઠ્યો છે.

વિજલપોર શહેરમાં આડેધડ બાંધકામને પગલે પાણીના નિકાલનો માર્ગ ન હોવાને કારણે વરસાદી પાણીનો ભરાવો થતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જેમાં વિજલપોરનાં વોર્ડ નં. 7માં આવેલા નવદુર્ગા નગરમાં વરસાદી પાણી અને કચરો સાફ સફાઈ ન કરવાને કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. વિજલપોરના સૂર્યનગર અને નવદુર્ગા નગર વચ્ચે આવેલી ખાનગી માલિકીની જમીનમાં વરસાદી પાણી ભરાતા અને અહી જ લોકો કચરો નાંખી જતા ગંદકીનું સામ્રાજય ફેલાયું છે.

મોટા જથ્થામાં કચરો, પ્લાસ્ટીક, રેતી-માટી કચરો ભેગો થયો હોય અને કીચડ થતા તેની યોગ્ય સફાઈ ન થવાને કારણે આગામી સમયમાં રોગચાળો ફેલાવાની સંભાવના નકારી શકાય નહીં. જોકે વોર્ડ નં. 5માં અલકાપુરી વિસ્તારમાં પણ સફાઈકર્મીઓ સફાઈ કરવા ન આવતા ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. જેને પગલે લોકોમાં વિજલપોરના શાસકો સામે આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે.

સફાઇ કર્મીઓ મુખ્ય માર્ગ પર જ ઉભા રહે છે
સફાઈકર્મીઓ કચરો લેવા આવે છે પરંતુ મુખ્ય માર્ગો ઉપર જ ઉભા રહે છે, કારણ કે ગલી નાની હોય ત્યાં જવાતુ નથી. જેથી ખાનગી પ્લોટમાં ભેગો થયેલા કચરાની સાફસફાઈ થતી નથી. જો કે અમને ફરિયાદ કરશે તો સફાઈ કરાવી દઈશું. - ઇન્દ્રસેન રાજપૂત, નગરસેવક, વિજલપોર પાલિકા

સફાઈકર્મીઓ આવતા નથી
અલકાપુરી વિસ્તારનાં ખાનગી પ્લોટમાં કચરો ભેગો થતા ઘણીવાર વિજલપોર પાલિકામાં ફરિયાદ કરી છે. પાલિકામાં ફરિયાદ કરવા છતાં સફાઈકર્મીઓને સફાઈ કરવા ન મોકલતા કચરો ત્યા જ પડી રહેતા માખી મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ છે. - હાર્દિક પરમાર, સ્થાનિક

વિજલપોરનાં મોટાભાગના વિસ્તારોમાં ગંદકીનુ સામ્રાજ્ય

Share Your Views In Comments Below