નવસારી જિલ્લાની એકમાત્ર મોટી સરકારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી ત્યકતાનું હોસ્પિટલનાં મુખ્ય એડમિનિસ્ટ્રેશન દ્વારા છેલ્લા સાત વર્ષથી શારીરિક શોષણ કરાતા આખરે સહન ન થતા આ ત્યકતાએ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે સતામણી કરનારાની અટક કરી હતી.

નવસારી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવતી નિર્ભયા (નામ બદલ્યું છે)એ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેણી વર્ષ 2013માં નોકરી ઉપર જોડાઈ હતી. એ સમયે હોસ્પિટલનાં આસિસ્ટન્ટ ઓફ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન તરીકે ફરજ બજાવતા રાજેશભાઈને હાથ નીચે કામ કરવાનું હોય તેઓ ઓફિસમાં કામ માટે બોલાવીને શારીરિક છેડછાડ કરતા હતા.

તેના છુટાછેડા થઈ ગયા બાદ પણ તેને નોકરી કરવાની ગરજ હોય તેનો લાભ ઉઠાવી ઓફિસમાં બોલાવીને તેને શારીરિક અડપલા કરતા હતા. વર્ષ 2016માં કોઈ કારણસર રાજેશભાઈએ આ ત્યકતાને કોઈ કારણસર નોકરીમાંથી કાઢી મૂકી હતી. બાદમાં એક તબીબને નોકરીની વાત કરતા તેઓએ સિવિલમાં ચાલતા અન્ય પ્રોજેક્ટમાં નોકરી અપાવી હતી પરંતુ ત્યાં પણ તેની છેડતી કરવાનું ચાલુ રાખ્યું હતું.

12મી સપ્ટેમ્બરે એક સર્ટીફિકેટ બનાવવાના બહાને કામ સોપ્યું હતું અને 14મી સપ્ટેમ્બરે રાજેશભાઈએ આ ત્યકતા ને બોલાવીને શારીરિક અડપલા કર્યા હતા. જેની જાણ તેણે સિવિલનાં સીડીએમઓને કરી હતી પરંતુ તેમણે પણ કોઈ નિર્ણય લીધો ન હતો. આખરે તેણીએ ત્રાસી જઈને નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાજેશભાઈની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિવિલ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશને ત્યકતાની છેડતી કરતાં ફરિયાદ

Share Your Views In Comments Below