નવસારીમાં તીઘરા વિસ્તારની મૂળ રહીશ અને નવસારીમાં પીર મહોલ્લામાં આવેલા પાર્વતી કોમ્પલેક્સમાં રહેતી સગીરાનું કોમ્પલેક્સમાંથી નીચે પટકાતા ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. આ ઘટનાની ટાઉન પોલીસે નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

નવસારીમાં પીર મહોલ્લામાં આવેલા પાર્વતી કોમ્પલેક્સમાથી 26મીએ સાંજે 7.30 કલાકની આસપાસ અચાનક જ એક સગીરા નીચે પટકાતા લોકો અવાક રહી ગયા હતા. તે પાંચમા માળેથી નીચે પટકાતા તેનું ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું. તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી પરંતુ ઓરેંજ હોસ્પિટલના ફરજ ઉપરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી.

મૃતક સગીરા નવસારીના નવીવસાહતના મૂળ રહીશ હરીશભાઈ દેવીપૂજકની 14 વર્ષીય દીકરી હતી. તે ધો. 8મા અભ્યાસ કરતી હતી. છેલ્લા કેટલાક સમયથી તે તેના મામાને ત્યાં પાર્વતી કોમ્પલેક્સમાં રહેતી હતી અને અહીથી જ અભ્યાસ કરતી હતી પરંતુ અચાનક જ અકસ્માત રીતે તે નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની ટાઉન પોલીસે નોંધ લીધી હતી અને આગળની તપાસ શરૂ કરી છે.

ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
તેણી મામાના ઘરમાં રહીને અભ્યાસ કરતી હતી પરંતુ કોઈ કારણસર બિલ્ડિંગમાંથી પડી જતા તેનું મોત નીપજ્યું છે. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી તેની તપાસ ચાલી રહી છે. - એસ.કે.ગામીત, પીએસઆઈ, ટાઉન

પીર મહોલ્લામાં પાંચમા માળેથી સગીરા પટકાતાં મોત

Share Your Views In Comments Below