નવસારીની હદમાં જોડાવા નજીકની 8 ગ્રામ પંચાયતો પાસે નવસારી પાલિકાએ સંમતિદર્શક ઠરાવ માંગતા નવસારી પાલિકાના હદ વિસ્તરણનો તખ્તો તૈયાર થઈ રહ્યાનું બહાર આવ્યું છે. સાથોસાથ મહાપાલિકા બનાવવાની પૂર્વભૂમિકા બની રહ્યાનું જણાય છે.

નવસારી નજીકના વિજલપોર ઉપરાંત આઠેક ગામોને જોડી નવસારી પાલિકાને 'મહાપાલિકા' બનાવવાની માગ છેલ્લા 15 વર્ષથી ચાલી રહી છે પરંતુ એક યા બીજા કારણસર 'મહાપાલિકા' બની શકી નથી. સાથોસાથ મહાપાલિકા બનાવવા અગાઉની પૂર્વભૂમિકા સ્વરૂપ નવસારી પાલિકાના હદ વિસ્તરણ કરવા પણ ચહલપહલ છેલ્લા કેટલાક વખતથી ચાલી રહી છે. જેમાં 29મી જાન્યુઆરી 2019એ પાલિકાની સમગ્ર સભાએ પાલિકાની હદ નજીકના 8 ગામોને પાલિકાની હદમાં જોડવા અંગે ઠરાવ કરી સરકારમાં 'હદ વિસ્તરણ' અંગેની દરખાસ્ત કરી હતી.

મળતી માહિતી મુજબ ઉક્ત 'હદ વિસ્તરણ'ની દરખાસ્ત સંદર્ભે સરકારે નવસારી પાલિકા પાસે કેટલીક પૂર્તતા કરવા પત્ર લખ્યો હતો. જેમાં એક મહત્ત્વની વાત હદ વિસ્તરણ કરવા જણાવેલ તમામ 8 ગ્રામ પંચાયતો પાસે સંમતિદર્શક ઠરાવ કરાવવાનો છે. આ હદ વિસ્તરણની દિશામાં આગળ વધતા નવસારી પાલિકાએ 26મીને ગુરૂવારે નજીકની તમામ 8 ગ્રા.પં.ને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ઉક્ત ગ્રા.પં.ને તેમના ગામની હદને નવસારી પાલિકાની હદમાં સમાવેશ કરવા સંમતિદર્શક ઠરાવ કરી મોકલી આપવા જણાવ્યું છે.

નવસારી પાલિકાના હદ વિસ્તરણના પત્રથી ગ્રામપંચાયતના શાસકો વિમાસણમાં મુકાયા છે, કારણ કે મોટાભાગની પંચાયતોની મુદત પૂર્ણ થવાને હજુ સવા બે વર્ષ બાકી છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે નવસારી પાલિકાને મૂળત: તો 'મહાપાલિકા' બનાવવાની જ સરકાર સમક્ષ માગ છે પરંતુ તે અગાઉ તેનું હદ વિસ્તરણ કરવું પણ જરૂરી છે અને હાલ એ દિશામાં તજવીજ ચાલી રહ્યાનું જણાય છે.

પાલિકા કરતા વિકાસ સારો છે, તો પાલિકામાં સમાવવાનો પ્રશ્ન જ નથી
જ્યારે નગરપાલિકા એમના પત્રમાં જ ગ્રામ પંચાયતના વિકાસ બાબતે હકીકત જણાવીને પ્રશંસા કરી રહી છે ત્યારે પંચાયતના વિકાસ માટે નગરપાલિકામાં સમાવવાનો કોઈ અર્થ જ નથી. અમારી ગ્રામ પંચાયતો ભલે નગરપાલિકા હદ નજીક હોય પરંતુ ગામડું હોવા છતાં તેનો પાલિકા કરતા સારી રીતે વિકાસ કરવામાં સફળ રહ્યા છીએ. જેથી વિકાસ રૂંધાય નહીં ત માટે પાલિકામાં સમાવવાનો પ્રશ્ન જ રહેતો નથી. - સાજનભાઈ ભરવાડ, સરપંચ, જમાલપોર ગ્રા.પં.

પાલિકાને સત્તા જ નથી, યોગ્ય જવાબ અપાશે
પાલિકાને લેટર લખવાની સત્તા જ નથી. એ અમને વિનંતી કરી શકે છે. પંચાયતને એ રિકવેસ્ટ (વિનંતી) કરી શકે છે. જોકે તમામ પંચાયત એકત્ર થયા પછી તે બાબતે પાલિકાને યોગ્ય જવાબ આપવામાં આવશે. - મુકેશભાઈ અગ્રવાલ, ઉપસરપંચ, કબીલપોર ગ્રા.પં.

સરકારની પૂર્તતા માટે ઠરાવ મંગાયો
હદ વિસ્તરણનો અગાઉ ઠરાવ થયો હતો અને તેની દરખાસ્ત સરકારમાં ગઈ હતી. સરકારમાંથી પૂર્તતા માટે પંચાયતોનો સંમતિદર્શક ઠરાવ મંગાયો છે જે અંતર્ગત ઠરાવ મોકલવા પત્ર લખાયો છે.  દશરથસિંહ ગોહિલ, સીઓ, નવસારી

અગાઉ વિરોધ હતો, હવે…
નવસારી હદ વિસ્તરણનું ભૂત ઘણાં સમયથી ધૂણી રહ્યું છે. જે અંતર્ગત 8 ગામોને નવસારીની હદમાં જોડવાની વાત વેગવાન બનતા અસરગ્રસ્ત ગામોના સરપંચો 5-6 મહિના અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણી નવસારી જિલ્લામાં આવ્યા ત્યારે તેમની મુલાકાત લઈ નવસારીની હદમાં જોડાવા અંગે અનિચ્છા દર્શાવી હતી.

સૂચિત હદ વિસ્તારના 8 ગામોની સ્થિતિ

'નવસારી મહાનગરપાલિકા' પૂર્વે હદ વિસ્તરણની હિલચાલ..

સૂચિત હદ વિસ્તારના 8 ગામોની સ્થિતિShare Your Views In Comments Below