નવસારી નગરપાલિકાની હદમાં છેલ્લા 8 દિવસથી પીવાનું પાણી ગંદુ આવતા લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. 10 માસથી અવાર નવાર આ વોર્ડમાં ગંદા પાણીની સમસ્યા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા હોવા છતાં પાલિકા સત્તાધીશોનું પેટનું પાણીય હાલતું નથી. પાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં નિવેડો આવ્યો નથી, જેને લઈ પાલિકાએ લોકો મોરચો માંડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

વોર્ડ નંબર 10માં આવતા 250થી વધુ ઘરોમાં સવારે પીવાનું પાણીની જગ્યાએ ડોહળુ પાણી આવ્યું હતું. અગાઉ પણ પાણી આવતાની સાથે જ 15 મિનિટ જેટલો સમય ગંદુ પાણી જ નળમાંથી આવતું હોવાની સ્થિતિ ઉભી જ હતી, જેથી ગૃહિણીઓએ આ પાણી વહાવી મુકવા સિવાય કોઈ વિકલ્પ જ રહેતો નથી.

આજે આ ફરીથી ગંદુ પાણી આવવાને પગલે લોકોએ પાણી ગટરમાં વેહડાવ્યું હતું. અવારનવાર ગંદુ પાણી આવવાની સમસ્યા ઉભી થતી રહી છે અને એ બાબતે પાલિકા સત્તાધોશોને જાણ પણ કરવામાં આવી છે, છતાં આ બાબતે હજી સુધી કોઈ નિવેડો આવ્યો નથી, જેને લઇ લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે. પાલિકાના ખાંભલાવાડ, ઘાટીવાડ, દરગાહ રોડ રોશન ગલી, સરબતીયા તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ છે.

ગટર લાઇન અને પીવાના પાણીની લાઇન પ્રજાપતિ આશ્રમ વિસ્તારમાં નજીક ઘાટીવાડમાં આ બંને લાઇન ડેમેજ થતા આ ગટરનું પાણી પીવાની લાઈનમાં ભળી જતા આ ગંદુ પાણી નળમાં આવી રહ્યાની માહિતી મળી છે. પાલિકા સત્તાધીશો બાબતને ગંભીરતાથી લેતાં ન હોય અવારનવાર આવી ઘટના બની રહી છે. જો આવું ગંદુ પાણી પીવાથી લોકો બીમાર પડે કે રોગચાળો ફાટી નીકળે તો કોણ જવાબદાર એવા સવાલો પણ ઉભા થયા છે.

એક જ દિવસમાં સમસ્યાનું નિરાકરણ શક્ય છે છતાં નિરાશા જનક કામગીરી
પાલિકાના માણસો પાણીની લાઈન બાબતે અરજી આવતા તે કામગીરી કરવાની હોય છે .12થી વધુ અરજીઓ પાલિકામાં આપી છે.પણ પાલિકાના માણસો માત્ર સ્થળ ઉપર આવી એ લાઇન બંધ કરી સંતોષ માને છે. જો ડ્રેનેજ વિભાગ ચોક્કસ રીતે આ વિસ્તારમાં કામ કરે તો એક જ દિવસમાં આ સમસ્યાનો નિવેડો આવી શકે છે. - પિયુષ ઢીમ્મર, નગરસેવક, વોર્ડ નંબર 10.

10 માસથી નવસારી વોર્ડ નં-10 માં 250થી વધુ ઘરોમાં ગંદુ પાણી આવતાં લોકોમાં આક્રોશ

Share Your Views In Comments Below