નવસારી મહિલાનાં લિવરના જમણા ભાગમાંથી સ્મીમેરના સર્જરી વિભાગના ડોકટરોએ 14 સેમી લાંબી અને 16 સેમી પહોળી એક કિલોની ગાંઠ કાઢી હતી. છ કલાક ચાલેલા ઓપરેશન બાદ ડોકટરોએ મહિલાનો જીવ બચાવી લીધો હતો.

નવસારીના વાતની 52 વર્ષીય રેખાબેન (નામ બદલ્યું છે) છેલ્લા 6 માસથી પેટનો દુ:ખાવો, ઊલટી થવી, જમ્યા પછી પેટ ભારે લાગવું અને વજન ઘટવા જેવી તકલીફોથી પીડાઈ રહી હતી. દરમિયાન ગત દિવસોમાં રેખાબેન સ્મીમેર હોસ્પીટલમાં સારવાર માટે આવી હતી.

અહીંના સર્જરી વિભાગના ડોકટરોએ રેખાબેનની સારવાર શરૂ કરતાં સિટીસ્કેન સહિતના રિપોર્ટ બાદ લિવરના જમણા ભાગમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું. આટલી મોટી ગાંઠનું ઓપરેશન કરવું અશક્ય જણાતા સર્જીકલ ગેસ્ટ્રો એન્ટેરોલોજિસ્ટ અને લીવર સર્જન ડો. દર્શન પટેલ તથા ડો. જય ચોકસીની મદદ લેવાઈ હતી. ત્યારબાદ સ્મીમેરમાં રેખાબેનનું છ કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. જેમાં ડો. હિરેન વૈદ્ય, ડો. નિતેશ સાવલિયા, ડો. દક્ષેશ પટેલ સહિતના તબીબો જોડાયા હતા.

રેખાબેનના લિવરના જમણા ભાગમાંથી 14 સેમી લાંબી અને 16 સેમી પહોળી એક કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી. આ ગાંઠને સંપૂર્ણપણે અને સહેજ પણ અંધ રાખ્યા વગર કઢાઈ હતી. ગાંઠની જરૂરી તપાસ કરાવતા કેન્સરની હોવાનું નિદાન થયું હતું.

નવસારીની મહિલાનાં લિવરમાંથી એક કિલોની ગાંઠ કાઢવામાં આવી

Share Your Views In Comments Below